માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ છે. 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ ખાબકી ગયો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 11, પલસાણામાં 10 ઈંચ વરસાદ.. નવસારીનું ખેરગામ પણ 9 ઈંચમાં પાણી પાણી થઈ ગયું છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ પડશે અતિભારે વરસાદ… હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ… દક્ષિણના 4 જિલ્લામાં શાળા કોલેજો બંધ… ભારે વરસાદથી અનેક રસ્તાઓ પણ બંધ હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર પણ અલર્ટ છે. સરકાર પણ વરસાદની સ્થિતિનો સતત તાગ મળવી રહી છે. એ જ કારણ છેકે, આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં આ મુદ્દો સૌથી પ્રાથમિકતાએ રહેશે… સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિની થશે સમીક્ષા… તો ઓછા વરસાદ ધરાવતા વિસ્તાર મુદ્દે પણ થશે વાત…
આગામી સપ્તાહ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર સંકટ, અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. તો ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં વરસાદને કારણે ઉભી થયેલી સ્થિતિની ચર્ચા કરવામાં આવી હતી.
હવાઈ નિરીક્ષણ કરવા પહોંચ્યા મુખ્યમંત્રી-
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત પડેલા ભારે વરસાદને કારણે સ્થિતિ વિકટ બની છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વયં હવાઈ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ કલ્યાણપુર તાલુકાના આસપાસના વિસ્તારો તથા દ્વારકાના વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કરી વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિની વિગતો મેળવી હતી.
સૌરાષ્ટ્ર પંથકમાં ભારે નુકસાન-
સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કરીને મેઘ તારાજીનો તાગ મેળવ્યો. દ્વારકા અને જામનગર જિલ્લામાં મેઘતાંડવથી મોટાપાયે નુકસાન થયું છે. આજે પણ દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. હવાઈ નિરિક્ષણમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ પોલીસ મહાનિદેશક વિકાસ સહાય પણ જોડાયા હતા. હવાઈ નિરીક્ષણ કર્યા પછી મુખ્યમંત્રીએ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને સબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને સમગ્ર માહિતી મેળવી હતી