સાબરકાંઠા બેઠકના મહિલા ઉમેદવાર બદલવાની માંગ સાથે ભાજપ કાર્યાલય પર કાર્યકરોનો હોબાળો

માઈઝ ચૌહાણ (અરવલ્લી સમાચાર)

  • સાબરકાંઠા લોકસભા બેઠકમાં ભાજપે ઉમેદવાર બદલ્યા પછી પણ વિરોધ
  • અરવલ્લી જિલ્લાના ભાજપના અસંખ્ય કાર્યકરોએ હિંમતનગર ભાજપ કાર્યાલય આગળ ઉગ્ર દેખાવો
  • વડાપ્રધાન મોદીને પોસ્ટકાર્ડ લખવાનું અભિયાન શરૂ કરતાં ફરી રાજકારણ ગરમાયું છે

01

સાબરકાંઠા લોકસભા બેઠકમાં ભાજપે ઉમેદવાર બદલ્યા પછી પણ વિરોધ વંટોળ શમવાનું નામ લેતો નથી. મંગળવારે સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના ભાજપના અસંખ્ય કાર્યકરોએ હિંમતનગર ભાજપ કાર્યાલય આગળ ઉગ્ર દેખાવો-સૂત્રોચ્ચાર સાથે મહિલા ઉમેદવારને બદલવા વડાપ્રધાન મોદીને પોસ્ટકાર્ડ લખવાનું અભિયાન શરૂ કરતાં ફરી રાજકારણ ગરમાયું છે અને રોષે ભરાયેલા કાર્યકરોએ કાર્યાલય પર હંગામો મચાવ્યો હતો. ભીખાજી ઠાકોરની તરફેણમાં ફરી એકવાર લોકજુવાળ ઉભરી રહ્યો છે તો બીજી તરફ છેલ્લા ૨ દિવસથી ભાજપ સહિત અન્ય જ્ઞાતિના સોશિયલ મીડીયા વોટ્સએપ ગૃપમાં ભાજપના મોટાગજાના નેતા સામે પત્રિકાના સ્વરૂપમાં આક્રોશ શરૂ થયો છે.

કાર્યકરોએ ઉમેદવાર બદલવા માટે વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખી વિરોધ કર્યો, વિવિધ આક્ષેપ કરતી પત્રિકા પણ સોશિયલ મિડીયામાં વાઇરલ થઇ

સાબરકાંઠા લોકસભા બેઠકમાં ભાજપે ઉમેદવાર બદલ્યા પછી પક્ષની નેતાગીરી માટે મુઝવણભરી સ્થિતિ સર્જાઇ છે. છેલ્લા ૨ દિવસથી સોશિલ મિડીયામાં માતા, બહેનો, વડીલો, યુવાનોને ઉદ્દેશીને એક પત્રિકા ફરતી કરવામાં આવી છે. જેમાં ભીખાજી ઠાકોરની ટિકિટ કપાયા પછી મતદારોમાં તેના ગંભીર પ્રત્યાધાત સામે આવ્યા છે અને કોંગ્રેસ ગોત્રવાળા શોભનાબેન બારૈયાને ભાજપે ટિકિટ આપી અને ભાજપ માટે જાત ઘસી નાખનારી મહિલા કાર્યકરોને ટીકીટ ન અપાતાં પક્ષના કાર્યકરો દુખી છે અને છતાં પણ સોશિયલ મિડીયામાં ફોટા મૂકી ઉમેદવારને સમર્થન હોવાની આભા ઉભી કરવામાં આવી છે.

ઉમેદવાર ન બદલાય તો શું થાય ?
સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના ભાજપના સંગઠનના કેટલાક મહત્વના હોદ્દેદારો તેમજ પદાધિકારીઓ અને પાયાના કાર્યકરોનો સંપર્ક કરતાં જાણવા મળ્યું કે ભાજપ કોંગ્રેસ ગોત્રવાળા મહિલા ઉમેદવારને નહીં બદલે તો મોટાભાગના કાર્યકરો પ્રચાર કાર્યમાં જોડાશે નહીં અને અનેક મતદાન મથકો ઉપર ભાજપને ઉમેદવારના એજન્ટ શોધવામાં પણ ફાંફાં પડશે તેવી આગાહી કરી છે. કાર્યકરોની નારાજગીના કારણે ભાજપ બેઠક ગુમાવે તેવી ભીતી પણ વ્યક્ત કરી હતી.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com