અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટા બાદ વરસાદને પગલે રવિ પાકમાં વ્યાપક નુકશાન

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

રવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટા બાદ કમોશમી વરસાદને પગલે રવિ પાકમાં વાવેતર કરાયેલા ઘઉ મકાઈ.વરિયારી.બટાકા જેવા પાકોમાં વ્યાપક નુકશાન થયું છે ઘઉ ના અને મકાઈના પાકનો સોથ વળી ગયો ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે .. સરકાર દ્વારા સર્વે કરી સહાય ચૂકવાય તેવી માંગ ખેડૂતો કરી રહયા છે

અરવલ્લી જિલ્લાના કે જ્યા છેલ્લા બે દિવસ દરમિયાન વરસેલા વરસાદે ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે , અરવલ્લી જિલ્લામાં રવિ સીઝનમાં કુલ ૧ લાખ ૨૪ હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ જુદાજુદા પાકોનું વાવેતર કર્યું છે જેમાં સૌથી વધુ ૮૦ હજાર હેક્ટર જમીનમાં ઘવના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, અને ૩૦ હજાર હેક્ટરમાં બટાકા , ૧૦ હાજર હેક્ટર જમીનમાં વરિયારી, 14465 હજાર હેક્ટર જમીનમાં મકાઈ જેવા પાકોની વાવણી કરી હતી ત્યારે હવાવેતર બાદ પાક તૈયાર થઇ જવાના આરે હતો તેવામાં વરસેલા કમોશમીવરસાદે પાકને મોટું વ્યાપક નુકશાન કર્યું છે.ત્યારે સૌથી વધુ ઘઉં અને મકાઈના પાકને નુકશાન થયુંછે ત્યારે સરકાર દ્વારા સર્વે કરી સહાય આપવામાં આવે તેવી ખેડૂતો માગણી કરી રહ્યાછે

ખાસ કરીને ચાર મિનિટ આવેલા વાવાજોડા સાથે વરસાદે જિલ્લાના ખેડૂતોની કમર તોડી નાખી ચાર મહિનાની મહેનત ઉપર પાણી ફેરવી નાખ્યું છે ભિલોડા શામળાજી સહીત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો જેનાથી ઘઉં ભીના થઇ ગયા જયારે વાવાજોડા ને પગલે ઘઉં નો સોથ વળી ગયો ઘઉં જમીન દોસ્ત થઈ જતા હાલ તો ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com