કેમ ક્રિકેટનો કિંગ કહેવાય છે કોહલી? આ રેકોર્ડ છે એનો જવાબ

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

ક્રિકેટના મેદાન પર ફરી એકવાર દેખાયો કિંગ કોહલીનો કમાલ. ફરી એકવાર જોવા મળી કોહલીની શાનદાર ઈનિંગ. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અંડર લાઈટ્સ રમાઈ રહેલી મેચમાં કોહલીએ પંજાબની ટીમના બોલરોને ખુબ ફટકાર્યા. એક બાદ એક કોહલીની સામેના બેટર્સ આઉટ થતા રહયાં પણ વિરાટ રોકાયો નહીં. કોહલીની શાનદાર બેટિંગને કારણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એટલેકે, RCB ને આ સિઝનમાં મળ્યું જીતનું ટાઈટલ.

કોહલીએ પોતાના નામે કર્યો અનોખો રેકોર્ડઃ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)-2024માં તેની પ્રથમ જીત હાંસલ કરી છે. ટીમે વર્તમાન સિઝનની છઠ્ઠી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS)ને 4 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં દર્શકોને જોવા મળી કિંગ કોહલીની વિસ્ફોટક ઇનિંગ. વિરાટે 49 બોલમાં 77 રન બનાવીને પંજાબના જીતના ઈરાદાઓને પસ્ત કરી દીધાં. આ સાથે જ કોહલીએ વ્યક્તિગત રીતે IPLમાં 51મી અડધી સદી ફટકારી. જ્યારે T20 કારકિર્દીમાં 100મી ફિફ્ટી પુરી કરી.

T20 ક્રિકેટમાં કોહલીની આ 100મી અડધી સદી:
સોમવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેંગલુરુએ 20મી ઓવરમાં 6 વિકેટે 177 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. પંજાબે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 176 રન બનાવ્યા હતા. બેંગલુરુ તરફથી ઓપનિંગ કરવા આવેલા વિરાટ કોહલીએ 49 બોલમાં 77 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેણે IPLમાં તેની 51મી અડધી સદી ફટકારી હતી. T20 ક્રિકેટમાં કોહલીની આ 100મી અડધી સદી છે. આવું કરનાર તે પ્રથમ ભારતીય બેટર બન્યો છે. ચીકુના હુલામણાં નામે જાણીતો કોહલી ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે રીતસર ચમક્યો.

કોહલી ઉપરાંત દિનેશ કાર્તિકે 10 બોલમાં અણનમ 28 અને મહિપાલ લોમરોરે 8 બોલમાં 17 રનનું યોગદાન આપ્યું હતું. કાગીસો રબાડા અને હરપ્રીત બ્રારે 2-2 વિકેટ લીધી હતી. પંજાબ માટે કેપ્ટન શિખર ધવને 37 બોલમાં 45 રનની ઇનિંગ રમી હતી. જીતેશ શર્માએ 27 રન અને પ્રભસિમરન સિંહે 25 રનનું યોગદાન આપ્યું હતું. છેલ્લી ઓવરોમાં શશાંક સિંહે 8 બોલમાં અણનમ 21 રન બનાવ્યા હતા. બેંગલુરુના મોહમ્મદ સિરાજ અને ગ્લેન મેક્સવેલને 2-2 વિકેટ મળી હતી. યશ દયાલ અને અલ્ઝારી જોસેફને એક-એક વિકેટ મળી હતી.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com