WhatsApp પર આવતા પ્રમોશનલ મેસેજને બંધ કરવા માંગો છો? આ રહી સરળ રીત

માઈઝ ચૌહાણ (અરવલ્લી સમાચાર)

  • વ્હોટ્સએપ એક ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે
  • આ પ્લેટફોર્મની મદદથી લોકો પોતાના મિત્રો સાથે ચેટ કરી શકે છે.
  • કંપનીઓ ટિકિટ કન્ફર્મેશન, ટ્રાન્સજેક્શન ડિટેલ અને પોતાનું પ્રમોશન કરવા માટે વ્હોટ્સએપનો ઉપયોગ કરી રહી છે. 

01

વ્હોટ્સએપ એક ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે, જેનો ઉપયોગ લોકો પોતાના મિત્રો અને સગા-વ્હાલા સાથે વાત કરવા માટે કરે છે. આ પ્લેટફોર્મની મદદથી લોકો પોતાના મિત્રો સાથે ચેટ કરી શકે છે. ઓડિયો-વીડિયો કોલ કરી શકે છે. ઓડિયો-વીડિયો ફાઈલ કે અન્ય ડોક્યુમેન્ટ્સ શેર કરી શકે છે. લોકોની વચ્ચે આ પ્લેટફોર્મ ખૂબ પોપ્યુલર છે. તેની લોકપ્રિયતા આ વાતથી સાબિત થાય છે કે દરેક દેશમાં તેના યૂઝર્સ છે. વ્હોટ્સએપ પર આવતા મેસેજનો લોકો ઝડપથી જોઈ લે છે. તેથી ઘણી ભારતીય કંપનીઓ વ્હોટ્સએપનો ઉપયોગ લોકોને પ્રમોશનલ મેસેજ મોકલવા માટે કરે છે.

વ્હોટ્સએપનો ઉપયોગ કરી રહી છે કંપનીઓ

પહેલા કંપનીઓ જાણકારી આપવા માટે એસએમએસ મોકલતી હતી પરંતુ હવે આ નવી રીત અપનાવી રહી છે. હવે કંપનીઓ ટિકિટ કન્ફર્મેશન, ટ્રાન્સજેક્શન ડિટેલ અને પોતાનું પ્રમોશન કરવા માટે વ્હોટ્સએપનો ઉપયોગ કરી રહી છે. ઘણી વખત લોકોના વ્હોટ્સએપ પર પ્રમોશનલ મેસેજની ભરમાર થઈ જાય છે કે એક જ દિવસમાં ઘણી કંપનીઓ તેમને જાહેરાત વાળા મેસેજ મોકલે છે. વ્હોટ્સએપ પર યૂઝર્સને હવે વધુ કંટ્રોલ મળી ગયો છે. હવે તે એ નક્કી કરી શકે છે કોણ તેમને મેસેજ કરી શકે છે અને કોણ નહીં. કોઈ પણ કંપની તમારી મરજી વિના તમને મેસેજ મોકલી શકતી નથી.

1. બ્લોક

જો તમે કોઈ કંપનીના પ્રમોશનલ મેસેજથી પરેશાન થઈ ગયા છો તો તમે કંપનીના નંબરને બ્લોક કરી શકો છો. આ નકામા મેસેજને બંધ કરવાની સૌથી સારી રીત છે. તેનાથી તે કંપની તમને સીધા મેસેજ કરી શકશે નહીં પરંતુ તમે કંપનીની પ્રોફાઈલ અને કેટલોગ જોઈ શકશો.

2. રિપોર્ટ

બીજી રીત છે કે વ્હોટ્સએપ પર રિપોર્ટ કરી દો. જો તમને લાગે છે કંપની વ્હોટ્સએપ બિઝનેસ મેસેજિંગ પોલિસી તોડી રહી છે તો તમે તેનો રિપોર્ટ પણ કરી શકો છો. તેનાથી તમે કંપની દ્વારા વ્હોટ્સએપ પર આવતા અનવોન્ટેડ મેસેજને બંધ કરી શકો છો.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com