રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )
IPL 2024માં વિરાટ કોહલીનું બેટ જોરદાર બોલી રહ્યું છે. ટીમની બીજી મેચમાં અડધી સદી ફટકાર્યા બાદ કોહલીએ કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં પણ અડધી સદી ફટકારી હતી. તેમણે 59 બોલનો સામનો કરીને 83 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે એક મોટો રેકોર્ડ પણ તોડ્યો હતો. આ અણનમ ઇનિંગમાં કોહલીએ કોલકાતાના બોલરોને પછાડ્યા અને ચોગ્ગા અને છગ્ગાની લાઈન ફટકારી હતી.
કોહલીએ ધમાકેદાર ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા
વિરાટ કોહલીએ આ મેચમાં KKRના બોલરોને પછાડ્યા હતા અને 83 રનની ઈનિંગ રમી હતી. ઓપનિંગ કરવા આવેલા કોહલીએ પુરેપુરી 20 ઓવર બેટિંગ કરી, જેમાં તેણે 59 બોલનો સામનો કર્યો. આ ઇનિંગમાં કોહલીએ 4 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ ઇનિંગ સાથે તેણે એક મોટો રેકોર્ડ પણ તોડ્યો. કોહલીએ હવે આઈપીએલ 2024 ની ઓરેન્જ કેપ તેને મળી ગઇ છે. પંજાબ સામેની તેની છેલ્લી મેચમાં પણ કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી અને અડધી સદી ફટકારી હતી અને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
તૂટી ગયો ગેલનો રેકોર્ડ
વિરાટ કોહલીએ આ ઇનિંગમાં 4 સિક્સર ફટકારી હતી. આ સાથે કોહલી IPLના ઈતિહાસમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે. કોહલી પહેલા આ રેકોર્ડ ક્રિસ ગેલના નામે હતો. હવે તેણે ગેલને પાછળ છોડી દીધો છે. કોહલીએ એક જ દાવમાં ગેલ અને એબી ડી વિલિયર્સ બંનેને પાછળ છોડી દીધા હતા. આ બંનેના નામે ક્રમશઃ 239 અને 238 સિક્સરનો રેકોર્ડ હતો. કોહલીના નામે હવે 241 સિક્સર છે.