અમેરિકા બાદ યુરોપમાં ઉગ્ર દેખાવો:હવે પેરિસ યુનિવર્સિટીમાં ઇઝરાયલ વિરોધી દેખાવો

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

અમેરિકાની એક ડઝનથી વધુ યુનિવર્સિટીમાં 500થી વધુ વિદ્યાર્થીઓની ધરપકડ બાદ ઇઝરાયલ વિરોધી દેખાવોની શરૂઆત હવે યુરોપિયન યુનિવર્સિટીમાં પણ શરૂ થઇ ગઇ છે. ફ્રાન્સની પેરિસ યુનિવર્સિટીના પેરિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિટિકલ સાયન્સના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ દેખાવો કરવા માટે પહોંચી ગયા હતા.

એક દિવસની તંગદિલીપૂર્ણ સ્થિતિ બાદ શનિવારના દિવસે દેખાવકારો પાસેથી કેમ્પસને ખાલી કરાવી દેવામાં આવ્યાં હતાં. સોર્બોર્ને સ્થિત આ સંસ્થાને સાયન્સ પોના નામથી પણ ઓળખવામાં આવે છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાનુઅલ મેક્રો અને વડાપ્રધાન ગેબ્રિઅલ અટલ આ જ સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી છે. યુનિવર્સિટીએ તમામ ક્લાસોને સ્થગિત કરી દીધા છે. ઓનલાઇન ક્લાસની જાહેરાત પણ કરવામાં આવી છે.

ગાઝામાં સંઘર્ષવિરામ માટે ફરી મંત્રણા શરૂ
રાફેહ પર ઇઝરાયેલના હુમલાની તૈયારી વચ્ચે ફરી એકવાર ઇઝરાયલ અને હમાસમાં સંઘર્ષ વિરામ માટે મંત્રણા શરૂ થઇ ગઇ છે. હમાસે કહ્યું છે કે અમે ઇઝરાયલના પ્રસ્તાવ પર વિચારણા કરી રહ્યા છીએ.

ગાઝામાં દરરોજ 32 લોકોનાં મોત થઇ રહ્યાં છે
છેલ્લા 24 કલાકમાં ઇઝરાયલે સેન્ટ્રલ ગાઝામાં નુસરત કેમ્પ અને રાફેહમાં હવાઇ હુમલા કર્યા છે. ઇઝરાયલી હુમલામાં દરરોજ 32 પેલેસ્ટિનિયનોના મોત થઇ રહ્યા છે. હજુ સુધી 34388 પેલેસ્ટિનિયનોના મોત થયાં છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com