તંત્રને જગાડવા ગ્રામજનોએ રામધૂન કરીમેઘરજમાં રાજસ્થાનની સરહદે આવેલા સારંગપુરથી કાલિયાકુવા સુધીનો 5 કિમીનો રસ્તો ખખડધજ હોવાથી સ્થાનિકોમાં રોષ

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

ચોમાસા બાદ ઠેર- ઠેર ખાડા પડી ગયેલા જોવા મળે છે. તંત્ર દ્વારા કરાયેલી કામગીરીનો લિટમસ ટેસ્ટ ચોમાસા દરમિયાન થતો હોય છે. ત્યારે મેઘરજના રાજસ્થાન સરહદે આવેલા રસ્તા ખખડધજ કમરતોડ હાલતમાં જોવા મળ્યા.

 

શું તમે Home Loan લેવા માંગો છો? આ 5 બેન્ક સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે, જાણો આખી વિગત

 

મેઘરજ તાલુકામાં આવેલા સારંગપુરથી કાલિયાકુવા તરફનો 5 કિમી રસ્તો છેલ્લા કેટલાક વર્ષોથી ખખડધજ હાલતમાં છે. ચોમાસાના વરસાદ બાદ રોડમાં ત્રણથી ચાર ફૂટ જેટલા ખાડા પડી ગયા છે. આ રસ્તે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વાહનોના સ્પેરપાર્ટ તૂટી જાય છે. બીમારી સમયે 108 પણ આવી શકતી નથી. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જવું હોય તો પણ જઇ શકાતું નથી. ચોમાસામાં ખાડામાં પાણી ભરાઈ જવાથી જઈ શકાતું નથી અને ખાડાના કારણે અકસ્માતો પણ થતા હોય છે. ગ્રામજનોએ અનેક વખત તંત્રમાં જાણ કરી પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. જેથી તંત્રને જગાડવા માટે ખાડા વાળા રોડ પર બેસી ગ્રામજનોએ રામધૂન કરી હતી.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com