તાહિર ધનસુરીયા (અરવલ્લી સમાચાર )
- ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત
- આવનારા દિવસોમાં ગુજરાત સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરશે: કુંવરજી બાવળિયા
- વાયબ્રન્ટ સમિટ રાજ્ય અને લોકો માટે અનેરો અવસર: કુંવરજી બાવળિયા
- વાયબ્રન્ટ ગુજરાત રોકાણ માટે મહત્વનું પ્લેટફોર્મ: કુંવરજી બાવળિયા
ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024ના ઉદ્ધાટન ને આડે હવે થોડો સમય જ બાકી છે. ગઈકાલે અને આજે આવી રહેલા દેશ-વિદેશના મહેમાનો હાલ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પહોંચી રહ્યા છે. આ તરફ હવે રાજ્યના કૃષિમંત્રી કુંવરજી બાવળિયા સાથે ગુજરાતને લઈ કહ્યું કે, આવનારા દિવસોમાં ગુજરાત સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરશે. આ સાથે કહ્યું કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટ રાજ્ય અને લોકો માટે અનેરો અવસર છે.
રાજ્યના કૃષિમંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે, વાયબ્રન્ટ ગુજરાત રોકાણ માટે મહત્વનું પ્લેટફોર્મ છે. આવનારા દિવસોમાં ગુજરાત સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરશે. મહત્વનું છે કે, આજે વહેલી સવારથી જ દેશ-વિદેશના મહેમાનો ગાંધીનગર મહાત્મા મંદિર જવા રવાના થઈ રહ્યા છે. હવે થોડીક જ ક્ષણોમાં PM મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે. જે બાદમાં સાંજના સમયે તેઓ ગિફ્ટ સિટીની પણ મુલાકાત લેવાના છે.
દેશ અને ગુજરાત માટે વાયબ્રન્ટ સમિટ મહત્વપૂર્ણ: બળવંતસિંહ રાજપૂત
આ તરફ ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતનું પણ વાયબ્રન્ટ સમિટને લઈને નિવેદન સામે આવ્યું છે. બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે, દેશ અને ગુજરાત માટે વાયબ્રન્ટ સમિટ મહત્વપૂર્ણ છે. વાયબ્રન્ટ ગુજરાત વિક્સિત ભારતનો સંકલ્પ પૂર્ણ કરી રહ્યું છે.
ઉદ્યોગમંત્રી જગદીશ વિશ્વકર્માએ શું કહ્યું ?
રાજ્ય ઉદ્યોગમંત્રી જગદીશ વિશ્વકર્માએ વાયબ્રન્ટ સમિટને લઈને નિવેદન આપતા કહ્યું હતું કે, દુનિયાના દેશોની નજર આજે ભારત પર છે. ગુજરાત રોકેટની ગતિએ આગળ વધી રહ્યું છે
જાણો આજે શું છે PM મોદીનો સમગ્ર કાર્યક્રમ ?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાત્મા મંદિરે સવારે 9:15થી 9:35 વાગ્યા સુધી ગ્રૂપ ફોટોગ્રાફી કરશે. સવારે 9:40થી 12:15 વાગ્યે વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ ઉદ્ધાટન કાર્યક્રમમાં ભાગ લેશે. બપોરે 1:40થી 2:20 વાગ્યા સુધી ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી સાથે બેઠક કરશે. ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થશે તેમજ બપોરે 2:30થી 2:45 વાગ્યા સુધી કંપનીઓના CEO સાથે બેઠક યોજાશે. પ્રધાનમંત્રી મોદીનો બપોરે 2:45થી 4:45 વાગ્યા સુધીનો સમય રિઝર્વ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ 4:50 વાગ્યે મહાત્મા મંદિરથી ગિફ્ટ સિટી જવા પ્રધાનમંત્રી મોદી રવાના થશે. 5:15થી 6:45 વાગ્યે ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં PM ભાગ લેશે. સાંજે 7 કલાકે ગિફ્ટ સિટીથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે. સાંજે 7:15 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે.