અરવલ્લી સમાચાર બ્યુરો
સામાન્ય રીતે શિયાળામાં શાકભાજીના ભાવ ઓછા રહેતાં હોય છે. જોકે, આ વર્ષે શિયાળો પૂર્ણ થયા પહેલા જ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ઉનાળાની શરુઆત પહેલા જ શાકભાજીના ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં હાલ લીંબુના ભાવ સાંભળીને જ તમ્મર આવી જાય છે. લીંબુના ભાવ 150 રુપિયા કિલો સુધી પહોંચી ગયા છે. તો લસણનો ભાવ 400થી 500 રુપિયા કિલો સુધી પહોંચ્યા છે.
હાલ શાકભાજી વધેલા ભાવને કારણે ગૃહેણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ટામેટા, લીંબુ અને લસણના ભાવ તો લોકોને રડાવી રહ્યા છે. હજુ તો ઉનાળો શરૂ થયો નથી ત્યાં જ લીંબુના ભાવમાં તેજી આવી ગઈ છે. ઉનાળામાં લીંબુનો સૌથી વધુ વપરાશ થતો હોય છે. પરંતુ શિયાળામાં જ લીંબુના ભાવ 100 રૂપિયા કિલો પહોંચી ગયા છે. જે ઉનાળામાં બેથી ત્રણ ગણા થઈ જાય તો નવાઈ નહીં.