માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
- છેલ્લા 5 વર્ષમાં 11 કરોડથી વધુ ગ્રામીણ પરિવારોને પાઈપથી પાણી પુરવઠાની સુવિધા પુરી પડાઈ છે; ભારતના 93%થી વધુ ગામડાઓ ખુલ્લામાં શૌચ મુક્ત (ઓડીએફ) પ્લસ બની ગયા: શ્રી વી. સોમન્ના
- આ સિદ્ધિના આધારે અમે માર્ચ 2025 સુધીમાં તમામ ગામોને ઓડીએફ પ્લસ મોડલ શ્રેણીમાં લાવવાનો પ્રયત્ન કરીશું: શ્રી વી. સોમન્ના
શ્રી વી. સોમન્નાએ આજે નવી દિલ્હીમાં જલ શક્તિ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. ચાર્જ સંભાળ્યા બાદ પ્રધાને મંત્રાલયની જવાબદારી સાથે તેમના પર વિશ્વાસ કરવા બદલ પ્રધાનમંત્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને જણાવ્યું કે, “છેલ્લા 10 વર્ષોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્વ હેઠળ નોંધપાત્ર વિકાસ થયો છે”. મંત્રીશ્રીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં વિકાસની ગતિ યથાવત રાખવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે મીડિયાને સંબોધતા શ્રી સોમન્નાએ માહિતી આપી હતી કે, જલ જીવન મિશન હેઠળ, છેલ્લા 5 વર્ષમાં 11 કરોડથી વધુ ગ્રામીણ પરિવારોને પાઈપ દ્વારા પાણી પુરવઠાની સુવિધા આપવામાં આવી છે અને હવે 76%થી વધુ ગ્રામીણ પરિવારો પ્રતિ વ્યક્તિ દીઠ 55 લિટર ગુણવત્તાયુક્ત પાણી મેળવી રહ્યા છે. મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ, ભારતના 93%થી વધુ ગામડાઓને ખુલ્લામાં શૌચ મુક્ત (ઓડીએફ) પ્લસ બનાવવામાં આવ્યા છે, જ્યારે લગભગ 33%એ ઓડીએફ પ્લસ મોડલ ગામની શ્રેણી પ્રાપ્ત કરી છે. તેમણે કહ્યું “આ સિદ્ધિના આધારે, અમે માર્ચ 2025 સુધીમાં તમામ ગામોને ઓડીએફ પ્લસ મોડલ શ્રેણીમાં લાવવાનો પ્રયત્ન કરીશું.”
શ્રી સોમન્ના કર્ણાટકના તુમકુર સંસદિય ક્ષેત્રમાંથી પ્રથમ વખતના લોકસભા સાંસદ તરીકે ચુંટાયા છે, જેઓ આ પહેલા રાજ્ય સરકારમાં મંત્રી પદ સંભાળી ચુક્યા છે. અગાઉ, આજે સીજીઓ સંકુલ કાર્યાલયમાં તેમના આગમન પર જલ શક્તિ મંત્રાલયના સચિવ (પેય જળ અને સ્વચ્છતા) સુશ્રી વિની મહાજને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે તેમનું મંત્રાલયમાં સ્વાગત કર્યું.