રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )
ખેડૂતો મહા મહેનત કરી પાક તૈયાર કરે છે ત્યારે કમોસમી વરસાદ હંમેશા વિલન બનીને આવે છે જેને લઈ ખેતીપાકમાં ભારે નુકશાન સહન કરવાનો વારો આવે છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.
હવામાન વિભાગે આજે અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી છે. તે મુજબ વહેલી સવારથી માલપુર અને યાત્રાધામ શામળાજી પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શામળાજી અને આસપાસના ગામડાઓમાં એકાએક વરસાદ ખાબક્યો છે. માલપુર તેમજ આસપાસના ગામડાઓમાં પણ વરસાદી ઝાપટા આવ્યા છે. જેના કારણે ખેડૂતોએ ખેતરમાં તૈયાર કરેલ ઘઉં, ચણા અને જીરુંના પાકમાં નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂત મહા મહેનત કરી ધાન્ય પકવવા માટે રાત દિવસ કાળી મજૂરી કરે છે. ત્યારે કુદરતના મારના કારણે તમામ મહેનત પાણીમાં જાય છે. ખેડૂતોએ કમોસમી વરસાદના કારણે થયેલા પાકમાં નુકશાનના વળતરની માગ કરી છે.