મેઘરજના ડુંગરાગોટ ગામે૫૦ ફૂટ ઊંડા કૂવામાંથી બે નીલગાયનું રેસ્ક્યુ કરાયું

તાહીર ધનસુરીયા (અરવલ્લી સમાચાર)

મેઘરજના ડુંગરાગોટ ગામે કુવામાથી બે નીલગાયનું રેસ્ક્યુ કરાયું

૫૦ ફૂટ ઊંડા કૂવામાં વન્ય જીવો ખાબક્યા

મોડાસાથી ફાયરની ટીમ દ્વારા કરાયું રેસ્ક્યુ

ભારે જહેમત બાદ બંને વન્યજીવોને સલામત રીતે બહાર કઢાયા

અરવલ્લી જીલ્લાની  ગીરીમાળાઓમાં મોટા પ્રમાણમાં નીલગાય અને રોઝ જેવા પ્રાણીઓ વસવાટ કરી રાહ્યા છે. ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન પહોંચાડી રહ્યા છે. રાત્રીના સમયે નીલગાયોના ઝુંડ ઉભા પાકમાં ત્રાટકતા હોય છે. એમાય કેટલીક વાર કોઈ નીલ ગાય અથવા તેમના બચ્ચા કુવામાં પડી જવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે અરવલ્લી જીલ્લાના મેઘરજ વિસ્તારમાં આવેલ ડુંગરાગોટ  ગામે ૫૦ ફૂટ ઊંડા કુવામાં નીલ ગાયના ૨ બચ્ચા ખાબકતા મોડાસાની ફાયર ટીમને જાણ કરાતા મોડાસા ફાયરટીમે તાબડતોડ ઘટના સ્થળે પહુચીં ૫૦ ફૂટ  ઊંડા કુવામાં ખાબકેલા વન્યજીવોનું ભારે જહેમત બાદ સહીસલામત રીતે બહાર કાઢીં વન્યજીવોને નવજીવન આપ્યું હતું

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com