માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
મંગળવાર, 24 જૂને અંગારક ચોથ છે. ઘર-પરિવારની સુખ-સમૃદ્ધિની કામના સાથે ગણેશ ચોથ વ્રત કરવામાં આવે છે. વર્ષભરમાં કુલ 24 ચોથ રહે છે, એક સુદ પક્ષમાં અને એક વદ પક્ષમાં. હાલ જેઠ મહિના ચાલી રહ્યો છે. આ ચોથને સંકટા ચોથ અને તલ ચોથ પણ કહેવામાં આવે છે. ચોથની તિથિએ ગણેશજી માટે વ્રત કરવાની સાથે જ તલનું દાન કરવું જોઈએ. આ વર્ષે ચોથ તિથિ મંગળવારે હોવાથી તેનું નામ અંગારક ચોથ છે.
માન્યતા- ચોથ વ્રત કરવાથી ઘર-પરિવારના બધા જ વિઘ્નો દૂર થાય છે
પ્રાચીન માન્યતા છે કે જે લોકો ચોથ તિથિએ વ્રત કરે છે, તેમના ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. કોઇના લગ્નમાં મુશ્કેલી આવી રહી હોય, કોઈનું કામ અટવાયી રહ્યું હોય કે ધનને લગતી પરેશાની ચાલી રહી છે તો ચોથ વ્રત કરવાની સલાહ જ્યોતિષીઓ દ્વારા આપવામાં આવે છે. આ વ્રત ગણેશજી માટે પણ કરવામાં આવે છે. ગણેશજીની કૃપાથી બધા કામ વિઘ્ન વિના પૂર્ણ થઈ જાય છે.
ચોથ અને મંગળવારના યોગમાં મંગળ ગ્રહની પૂજા કરો
જ્યોતિષમાં મંગળ ગ્રહને સેનાપતિ માનવામાં આવે છે. આ ગ્રહ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે. આ અંગારક ચોથના દિવસે સૌથી પહેલાં ગણેશ પૂજા કરો, તે પછી મંગળ ગ્રહને લાલ ફૂલ ચઢાવવાં જોઈએ. આ ગ્રહની પૂજા શિવલિંગ સ્વરૂપમાં કરવામાં આવે છે. મંગળને જળ ચઢાવો, લાલ ગુલાલ ચઢાવો. આ શુભયોગમાં મંગળ માટે ભાત પૂજા કરી શકાય છે. તેમાં શિવલિંગનો પકવેલા ચોખાથી શ્રૃંગાર કરવામાં આવે છે અને પછી પૂજા કરવામાં આવે છે. ૐ અં અંગારકાય નમઃ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108વાર કરો.
મંગળવારે લાલ ફૂલથી પૂજા
માન્યતા છે કે ગણેશજીને લીલા રંગ સિવાય લાલ રંગ પણ પ્રિય છે. એટલે ગણેશ પૂજામાં લાલ રંગના ફૂલનો ઉપયોગ કરવો જોઈએ. ગણેશ પૂજા કરતી સમયે જાસુદના ફૂલથી ગણેશજી ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તો ઉપર કૃપા વરસાવે છે. સાથે જ, મંગળવારે ગલગોટા ચઢાવવા જોઈએ.
આ રીતે ગણેશજીની સરળ પૂજા કરો
- આ દિવસે સવારે જલ્દી સ્નાન કરી, સાફ વસ્ત્ર પહેરીને પૂજા ઘરને સાફ-સ્વચ્છ કરો અને વ્રતનો સંકલ્પ લો.
- તે પછી ભગવાન ઉપર ગંગાજળ અર્પણ કરી તેમને સ્નાન કરાવો. ફૂલ અર્પણ કરો.
- ગણેશજીને સિંદૂર ચઢાવો અને મંત્રોચ્ચાર સાથે તેમને ભોગ ધરાવો. આ દિવસે ભગવાન ગણેશજીને તેમની પ્રિય સામગ્રી જેમ કે લાડવા કે મોદકનો ભોગ ધરાવવો જોઈએ.
- સાથે જ, દૂર્વા ઘાસ પણ અર્પણ કરવી જોઈએ. ભગવાનની વિધિવત આરતી કરી બધાને પ્રસાદ વહેંચો.