અરવલ્લી જિલ્લાના ત્રણ ગામોના આદિવાસી લોકો હાલમાં ભયના ઓથાર હેઠળ

અરવલ્લી સમાચાર બ્યુરો

અરવલ્લી જિલ્લાના ત્રણ ગામોના આદિવાસી લોકો હાલમાં ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.. સરકાર દ્વારા તેમની જમીન સંપાદન કરી તેમને બેઘર કરી દેવાશે તેવા ભય હેઠળ તેઓ હવે આ પાર કે પેલે પારથી લડત કરવા ઉપર આવીને બેઠા છે.. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા કુંડોલ પાલ, મસોતા અને ભાણમેર ગામના આદિવાસી લોકો હાલમાં મરણિયા બન્યા છે… ખાણ ખનીજ વિભાગ દ્વારા આ વિસ્તારમાંથી સેમ્પલ લેવામાં આવેલા અને આ સેમ્પલમાં નિકોલ અને ક્રોમિયમ નામની ધાતુ મળી આવતા આ વિસ્તારમાં સર્વે શરૂ કરવાનું નક્કી કરાયુ છે… ત્યારે આ વાતને લઈને અહીંના સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે…

 

ઉલ્લેખનીય છે કે પાંચેક વર્ષ પહેલા આ વિસ્તારમાંથી સેમ્પલ લેવાયા હતા. અને જી-20 સમીટમાં ભારતભરના 20 સ્થળોમાંથી વિશિષ્ટ ખનીજ મળી આવ્યા હોવાના લિસ્ટમાં ચોથા નંબરે કુંડોલ પાલ ગામનું નામ અહીંના લોકોને જોવા મળ્યું અને ત્યારબાદ અહીં આ જમીન સંપાદન થશે તે વાતને લઈને અહીંના સ્થાનિક લોકોએ સરકાર સામે બાંયો ચડાવી છે અને જરૂર પડે તો માથા કાપી લેવાની તૈયારીઓ પણ તેમણે દર્શાવી છે..

આ બાબતે સાબરકાંઠા જિલ્લા કલેકટર નૈમેશ દવેને પૂછતા તેમણે સાબરકાંઠા જિલ્લાનું કોઈ હિસ્સો આમાં ન હોવાનું જણાવ્યું હતું. જોકે માઇન્સ ડિપાર્ટમેન્ટની વેબ સાઇટમાં 29/11.2023 ના રોજ આ અંગેનું ટેન્ડર બહાર પડાયુ હોવાનું સ્થાનિકોએ જણાવ્યુ હતુ. નોંધનીય છે કે મસોતા ગામની બોર્ડર સાબરકાંઠા જિલ્લાની હદમાં છે.. ત્યારે આ જંગલમાંથી મુસળી સહિતની વનસ્પતિ અને પશુપાલન કરી આ લોકો પોતાનું ગુજરાન ચલાવે છે.. જો આ લોકોનું માનીએ તો 6 km લાંબો વિસ્તાર જો સંપાદિત થાય તો તેમના ગામ અને વડવાઓએ વસાવેલી જમીન બધું જ આ સંપાદનમાં જતું રહે અને તે નોંધારા બની જાય તેમ છે… ત્યારે આ વાતને લઈને હવે ગામોમાં બેઠકોનો દોર શરૂ થયું છે

કુંડોળ પાલ ગામે મળેલી ગ્રામ સભામાં પણ મુખ્ય મુદ્દો આ જ છવાયેલો રહ્યો છે… અને સ્થાનિક લોકો કોઈપણ અધિકારીને અથવા કોઈપણ સરકારી ગાડીને આ ગામમાં ન આવવ દેવાની ચીમકી ઉચ્ચારી છે.. સાથે સાથ આ વિસ્તારમાં એવો કોઈ પણ પ્રોજેક્ટ શરૂ ન કરવા દેવા માટે તેઓ નક્કી કરીને બેઠા છે..

 

વહીવટી તંત્ર એક તરફ આ બાબતે હજુ કોઈ નિર્ણય ન લેવાયો હોવાની કે સંપાદનની કોઈ કામગીરી ન કરવા નું જણાવી રહ્યું છે ત્યારે બીજી તરફ માઇન્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર ટેન્ડર બહાર પડાયુ છે.. અને અહીંના સ્થાનિક લોકો સંપાદન કરવા માટેની જમીનના નકશા બતાવી રહ્યા છે.. ત્યારે અહીંના સ્થાનિક લોકોનું માનીયે તો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે આ વખતે ખોટી જગ્યાએ પ્રોજેક્ટ ઊભું કરવાનું વિચાર્યું છે… અને તેના માઠા પરિણામ તે લોકોએ ભોગવવા પડશે

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com