વૃક્ષારોપણ કાર્યક્રમ:હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા આજે મહાવીરનગરમાં ખેડતસીયા રોડ પર વૃક્ષારોપણ કરાયું

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા ખેડતસિયા રોડ પર ગુરુવારે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહાવીરનગરથી રિલાયન્સ સુધી રોડ વચ્ચે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, પાલિકા પ્રમુખ સહિત સદસ્યો અને કર્મચારીઓના હસ્તે 15થી વધુ અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવ્યા હતા. આ અંગે હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાયે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હિંમતનગર શહેરમાં વિવિધ વિસ્તારમા રોડ વચ્ચે અને ખુલ્લા પ્લોટમાં અલગ અલગ પ્રકારના ઉપરાંત ફળાઉ વૃક્ષોનું વાવેતર કરવાનું છે. તેના ભાગરૂપે હાલ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. તો આ વર્ષે હરિયાળું હિંમતનગર કરવા માટે 5100 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

 

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com