ટ્રેવિસ હેડે બનાવ્યો ઝડપી અડધી સદીનો રેકોર્ડ, અભિષેકે મિનિટોમાં તોડી નાખ્યો

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 8મી મેચમાં ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની તોફાની બેટિંગથી પાંચ વખતની ચેમ્પિયન મુંબઈને ઉડાવી દીધી છે. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ બેક ટૂ બેક ફિફ્ટી ફટકારતા આઈપીએલની 17મી સીઝનમાં મોટું કારનામું કર્યું છે. અભિષેક શર્માએ આઈપીએલની 17મી સીઝનમાં માત્ર 16 બોલમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ચોંકાવનારી વાત છે કે થોડી મિનિટ પહેલા તેની સાથે બેટિંગ કરી રહેલા ટ્રેવિસ હેડે 18 બોલમાં આ સીઝનની પ્રથમ ઝડપી અડધી સદીનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો, પરંતુ અભિષેકે મિનિટોમાં આ રેકોર્ડ તોડી દીધો હતો.

મુંબઈ વિરુદ્ધ આ મેચમાં ટ્રેવિસ હેડે 24 બોલમાં 62 રન ફટકાર્યા હતા. તેણે 9 ફોર અને ત્રણ સિક્સ ફટકારી હતી. ટ્રેવિસની સાથે અભિષેક શર્માએ તો માત્ર છગ્ગામાં ડીલ કરી હતી. તેણે 23 બોલમાં 63 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. અભિષેકે 7 સિક્સ અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. આ બંનેની તોફાની બેટિંગથી મુંબઈનું બોલિંગ આક્રમણ અસ્ત-વ્યસ્ત થઈ ગયું હતું.

ક્લાસેને 23 બોલમાં ફટકારી અડધી સદી
ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માના ધૂમ ધડાકા બાદ હેનરિક ક્લાસેને પણ મુંબઈના બોલરોને આડે હાથ લીધા અને માત્ર 23 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. આ રીતે સનરાઇઝર્સ તરફથી ક્લાસેને ઈનિંગમાં ત્રીજી અડધી સદી ફટકારી હતી.

હૈદરાબાદે ફટકાર્યા રેકોર્ડ રન
સરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ-2024ની પોતાની બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ઈતિહાસ રચી દીધો છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવી દીધો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 277 રન ફટકારી દીધો છે. હૈદરાબાદ તરફથી ત્રણ બેટરોએ અડધી સદી ફટકારી હતી. હૈદરાબાદે પોતાની ઈનિંગમાં 18 સિક્સ ફટકારી હતી.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com