માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
અરવલ્લી જિલ્લામાં આજે સમી સાંજે વરસાદની શરૂઆત થઈ હતી. જિલ્લાના માલપુર અને મોડાસા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. માલપુરના અણિયોરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે મોડાસા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. મોડાસા શહેરના દ્વારકપૂરી, કેદારનાથ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા. સોસાયટીમાં જાણે તળાવ ભરાયું હોય એવા દૃશ્યો સામે આવ્યા હતા. પાલિકા તંત્રની પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખુલવા પામી હતી. મોડાસા તાલુકાના સવલપુર, જીતપુર, મરડીયા, સૂરપુર, ઇસરોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. ખેડૂતોએ વાવેતર કર્યા બાદ વરસાદની રાહ જોઈ રહ્યા હતા. એવામાં વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી હતી.