માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
સમયની સાથે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે. હવે પેટ્રોલ-ડીઝલનો ભંડાર દુનિયાભરમાં ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. એ જ કારણ છેકે, ડિમાંડ એન્ડ સપ્લાય ના નિયમાનુસાર તેના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જાણો આજે રાહત મળી કે નહીં…નવી યાદી મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 9 જુલાઈના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત છે. છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
છેલ્લી વખત માર્ચમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાર બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. વાહન ચાલકોને મોટી રાહત એટલા માટે જ કે કોઈ ભાવ વધારો કરાયો નથી. 9 જુલાઈ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ઓઈલ કંપનીઓએ તેમની વેબસાઈટ પર નવીનતમ દર યાદી અપડેટ કરી છે. નવી યાદી અનુસાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 9 જુલાઈના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત છે.
દિલ્હી 94.72 87.62
મુંબઈ 103.94 89.97
કોલકાતા 103.94 90.76
ચેન્નાઈ 100.85 92.44
બેંગલુરુ 102.86 88.94
લખનઉ 94.65 87.76
નોઇડા 94.66 87.76
ગુરુગ્રામ 94.98 87.85
ચંદીગઢ 94.24 82.40
પટણા 105.42 92.27
છેલ્લે માર્ચમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું-
જો મેટ્રોની વાત કરીએ તો કેન્દ્ર સરકારની આ રાહત બાદ નવી દિલ્હીમાં પેટ્રોલની નવીનતમ કિંમત 96.72 રૂપિયાથી ઘટીને 94.72 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં રૂ.106.31ને બદલે રૂ.104.21, કોલકાતામાં રૂ.106.03ને બદલે રૂ.103.94 અને ચેન્નાઇમાં રૂ.102.63ને બદલે રૂ.100.75 થઇ ગયા છે.
ડીઝલની વાત કરીએ તો, દિલ્હીમાં નવીનતમ ભાવ 89.62 રૂપિયાને બદલે 87.62 રૂપિયા હશે. તે જ સમયે, મુંબઈમાં નવીનતમ ભાવ 94.27 રૂપિયાને બદલે 92.15 રૂપિયા છે, કોલકાતામાં તે 92.76 રૂપિયાને બદલે 90.76 રૂપિયા છે અને ચેન્નાઈમાં તે 94.24 રૂપિયાને બદલે 92.32 રૂપિયા છે.
કઈ બાબતોના આધારે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે.
1) કાચા તેલની કિંમત એટલે કે, આંતરરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઈલનો ભાવ
2) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત
3) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ
4) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.
તમારા સુધી કેવી રીતે પહોંચે છે પેટ્રોલ-ડીઝલ?
1) ઈમ્પોર્ટઃ વિદેશથી કાચું તેલ ખરીદવામાં આવે છે.
2) રિફાઈનરીઃ કાચા તેલમાંથી પેટ્રોલ-ડીઝલ અલગ કરવામાં આવે છે.
3) કંપનીઓ: તેપોતાનો નફો કમાઈ પેટ્રોલ-ડીઝલ પહોંચાડે છે.
4) ગ્રાહકોઃ કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ ઉમેરાય પછી ગ્રાહકો ખરીદે છે.
આ રીતે તમે ઘરે બેઠા ભાવ ચેક કરી શકો છો-
તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.
OMCs કિંમતો બહાર પાડે છે-
તમને જણાવી દઈએ કે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.