આવતીકાલથી તમાકુની ખરીદી શરૂ થશે:હિંમતનગરના કોટન માર્કેટમાં ગત વર્ષે તમાકુની 25,943 બોરીની આવક નોંધાઈ હતી

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સહકારી જિન વિસ્તારમાં આવેલ કોટન માર્કેટયાર્ડમાં આવતીકાલથી તમાકુની ખરીદી શરૂ થશે. ગત વર્ષમાં 25943 તમાકુની બોરીની આવક નોંધાઈ હતી.

આ અંગે હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાંથી મળેલ માહિતી અનુસાર હિંમતનગરના સહકારી જિન વિસ્તારના કોટન માર્કેટમાં વર્ષ 2023માં સ્થાનિક 6 અને બહારના 7 મળી 13 વેપારીઓએ તમાકુની ખરીદી 3 એપ્રિલથી શરૂ કરી હતી. જેમાં 25943 બોરીની આવક નોંધાઈ હતી. તો સરેરાશ રૂ.1490 ભાવ નોંધાયો હતો. જેમાં નીચો ભાવ રૂ.800 અને વધુમાં વધુ રૂ.1650 ભાવ હરરાજીમાં બોલાયો હતો.

હિંમતનગરના કોટન માર્કેટમાં 21 માર્ચને ગુરુવારે સવારે 9 કલાકે 13 જેટલા વેપારીઓ દ્વારા તમાકુની ખરીદી શરૂ થશે તેવી જાણકારી હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન જેઠાભાઇ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com