ત્રણ આરોપીઓને ઝડપ્યા:રતનપુર ચેકપોસ્ટેથી બે ગાડીમાંથી 3.5 લાખનો વિદેશી દારૂ પકડાયો

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

શામળાજી પોલીસે ઇનોવા અને બ્રેઝા કારમાંથી 3.5 લાખના વિદેશી દારૂ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

શામળાજી પીએસઆઇ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી સઘન ચેકિંગ હાથ ધરતાં શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી બ્રેઝા કારને અટકાવી તલાશી લેતાં સીટ નીચે ગુપ્તખાના બનાવી સંતાડેલ વિદેશી દારૂની 72 બોટલ જપ્ત કરી 1.39 લાખનો વિદેશી દારૂ, કાર અને મોબાઇલ મળી 6.45 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અજયપાલસિંહ ગજેન્દ્રસિંહ રાઠોડ (રહે,કાંકરીયા,નાગૌર-રાજ) અને વિરેન્દ્રસિંહ અજીતસિંહ રાઠોડ (રહે,સીતાવત, નાગૌર-રાજ)ને ઝડપી લીધા હતા. અન્ય એક ટેક્ષી પાસીંગની ઇનોવામાં વિદેશી દારૂ ભરી પસાર થતાં અટકાવી અંદરથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 1.66 લાખની 78 બોટલ તેમજ મોબાઇલ અને ઇનોવા મળી રૂ.6.68 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાયવર પ્રવિણ વેલજી પ્રજાપત (રહે. સોલા બ્રિજ પાસેની ચાલીમાં-અમદાવાદ) ને દબોચી લઇ કાર્યવાહી હાથધરી હતી.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com