રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )
લોકસભાની ચૂંટણી ઢૂંકડી છે ત્યારે હાલ આ સમોસાવાળાનું નામ પણ ચર્ચામાં છે. જે છત્તીસગઢની રાજનાંદગાવ લોકસભા સીટથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. અજય પાલી નામના આ વ્યક્તિએ આ બેઠકથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. તેમની સમોસાની દુકાન છે.
કવર્ધાના અજય પાલી રાજનાંદગાવથી ચૂંટણી લડવા માંગે છે. તેમણે આ માટે ઉમેદવારી પત્રક પણ ભર્યુ છે. અજય પાલીની ચર્ચા તેમની સમોસાની દુકાનના કારણે થઈ રહી છે જાણો વિગતો…
લોકસભા ચૂંટણી માટે બીજા તબક્કામાં થનારા મતદાન માટે નોટિફિકેશન જાહેર થયું રાજનાંદગાવ જિલ્લા કાર્યાલયમાં રાજનાંદગાંવ લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્રક લેવાની અને જમા કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. લોકસભા વિસ્તાર રાજનાંદગાંવના કવર્ધાના રહીશ અજય પાલીએ ગઈ કાલે ફોર્મ ખરીદ્યું છે. કવર્ધામાં સમોસા વેચીને પરિવારનું ગુજરાન ચલાવનારા અજય પાલી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.
મીડિયા સાથે વાતચીતમાં અજય પાલીએ કહ્યું કે રાજનાંદગાંવ લોકસભાથી કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓના ઉમેદવાર નિષ્ક્રિય રહ્યા છે. ગરીબ મજૂરોની કોઈ સાંભળતું નથી, મોંઘવારી સતત વધી રહી છે જેના કારણે સામાન્ય માણસોનું જીવવું મુશ્કેલ બન્યું છે. આથી તેઓ ચૂંટણી લડવા માંગે છે. તેમનું કહેવું છે કે જો તેઓ સાંસદ બનશે તો લોકોની મુશ્કેલીઓ દૂર કરશે.
લોકસભા વિસ્તાર રાજનાંદગાંવના કવર્ધાના રહીશ અજય પાલીએ ગઈ કાલે ફોર્મ ખરીદ્યું છે. કવર્ધામાં સમોસા વેચીને પરિવારનું ગુજરાન ચલાવનારા અજય પાલી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.