સ્વાસ્થ્યનો ખજાનો છે માં દુર્ગાનું મનપસંદ આ લાલ ફૂલ, તંદુરસ્ત બની જશે હાર્ટ-લિવર

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

જાસૂદ જે ને હિબિસ્કુસના નામે ઓળખવામાં આવે છે, એક સુંદર ફૂલવાળો છોડ છે જેનું ફૂલ મુખ્ય રૂપથી નવરાત્રિ દરમિયાન માં દુર્ગાને ચઢાવવામાં આવે છે. એટલું જ નહી આ ફૂલ ના ફક્ત બગીચાની શોભા વધારે છે, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે.

જોકે આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે પરંતુ જાસૂદનો ઉપયોગ સદીઓથી આયુર્વેદિક દવાઓ બનાવવામાં કરવામાં આવે છે. તેના ફૂલો, પાંદડા અને તેના તાંતણાનો કાવો બનાવીને ઘણી બિમારીના સારવારમાં લેવામાં આવે છે. ઘણા વૈજ્ઞાનિક સ્ટડીમાં જાસૂદના સ્વાસ્થ્ય ગુણોની પુષ્ટિ કરવામાં આવી છે. આ આર્ટિકલમાં તમે હિબિસ્કુસ સાથે જોડાયેલા જોરદાર હેલ્થ બેનિફિટ્સ વિશે જાણી શકો છો.

1. હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ (Helps Lower High Blood Pressure)
NIH માં પ્રકાશિત થયેલા એક અધ્યયનથી ખબર પડે છે કે હિબિસ્કસનું સેવન હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ છે અને હાર્ટ હેલ્થને સુધારે છે. એવું માનવામાં આવે છે કે તેમાં હાજર એન્થોસાયનિન્સ નામના તત્વો રક્તવાહિનીઓને ફેલાવવામાં મદદ કરે છે, જેનાથી બ્લડ પ્રેશરની સમસ્યા થતી નથી.

2. પાચનક્રિયાને સારી બનાવે છે (Improves Digestion)
હિબિસ્કસમાં હાજર ફાઇબર યોગ્ય પાચન જાળવવામાં મદદ કરે છે. તે આંતરડાની ગતિને સરળ બનાવે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે.

3. વજન ઘટાડવામાં મદદરૂપ (Aids in Weight Loss)
2014ના અભ્યાસ અનુસાર હિબિસ્કસ શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે. જોકે તેમાં ઓછી કેલરી હોય છે અને તેમાં રહેલા ફાઈબરથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી, જેનાથી તમે ઓછું ખાઓ છો અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

4. રોગપ્રતિકારક શક્તિ વધારે છે (Boosts Immunity)
હિબિસ્કસ વિટામિન સીથી ભરપૂર હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે શરીરને શરદી, ઉધરસ અને તાવ જેવા ચેપ સામે લડવામાં પણ મદદ કરે છે.

5. લીવર હેલ્થને સપોર્ટ કરે છે (Boost Liver Health)
હિબિસ્કસનું સેવન લિવરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે યકૃતને વધુ સારી રીતે કાર્ય કરવા માટે ટેકો આપે છે જે એકંદર આરોગ્ય માટે જરૂરી છે. 2014ના અભ્યાસમાં, હિબિસ્કસનું સેવન કરનારા લોકોમાં ફેટી લિવરમાં સુધારો જોવા મળ્યો હતો.

આ રીતે કરો સેવન
જાસૂદના સેવનની સૌથી સારી રીત છે તેને ચા અથવા કાવાના રૂપમાં પીવું. તેના માટે 1 કપ પાણી ઉકાળો. પછી તેમાં જાસૂદના ફૂલ નાખો, ઉકળી જાય ત્યારબાદ 5 મિનિટ પછી તેને ગરણી વડે ગાળી લો. હવે તમે તમારી ચામાં સ્વાદનુસાર મધ અને લીંબુનો રસ મિક્સ કરીને તેનો આનંદ માણી શકો છો. દિવસમાં 1-2 કપ જાસૂદની ચા ફાયદકારક હોય છે. પરંતુ જો તમે કોઇપણ પ્રકારની દવા લો છો તો તેનું વધુ સેવન કરવાનું ટાળો.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com