કેન્સરની શરુઆતમાં શરીરમાં જોવા મળે આ 8 લક્ષણ, આ સાયલન્ટ સંકેતોને ન કરવા ઈન્ગોર

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

કેન્સરનું નામ આવતા જ ગભરામણ થવા લાગે છે. કેન્સર એક ગંભીર બીમારી છે પરંતુ જો શરૂઆતના સ્ટેજમાં તેના લક્ષણોને જાણીને સારવાર શરૂ કરી દેવામાં આવે તો તેનાથી બચવું પણ શક્ય છે. સમસ્યા એ હોય છે કે કેન્સરના શરૂઆતથી લક્ષણને મોટાભાગના લોકો ધ્યાનમાં લેતા નથી. કેન્સરના શરૂઆતથી લક્ષણોને ઇગ્નોર કરવાથી કેન્સરની બીમારી ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે. આવું એટલા માટે પણ થાય છે કે કેન્સરના શરૂઆતથી લક્ષણો એવા હોય છે જે અન્ય સામાન્ય બીમારીમાં પણ જોવા મળે છે. તેથી લોકો ગંભીર પરિણામો વિશે વિચારતા જ નથી.

પોતાના શરીરમાં નાના નાના ફેરફાર થાય તો તેને પણ ધ્યાનમાં લેવા જોઈએ કારણ કે ઘણી વખત સામાન્ય લાગતા ફેરફારો અને સમસ્યાઓ ગંભીર બીમારીનો ઈશારો હોઈ શકે છે. આજે તમને કેન્સરના આવા જ સાઇલેન્ટ સિગ્નલ વિશે જણાવીએ. 8 એવા લક્ષણો છે જેને કેન્સરના સાઇલેન્ટ સંકેત કહેવામાં આવે છે. જો આ 8 માંથી કોઈપણ લક્ષણ તમને જોવા મળે તો તુરંત જ તપાસ કરાવી લેવી જોઈએ.

કેન્સરના 8 સાઇલેન્ટ લક્ષણો 

1. જો કોઈપણ કારણ વિના તમારા શરીરનું વજન અચાનક જ ઘટવા લાગે તો આ વાતને ઇગ્નોર કરવી નહીં. શરીરમાં કેન્સરના સેલ ઝડપથી વિભાજિત થાય તો શરીરને વધારે એનર્જીની જરૂર પડે છે. એનર્જી નો વપરાશ વધી જવાના કારણે કોઈપણ પ્રકારના પ્રયત્ન કર્યા વિના તમારું વજન ઘટવા લાગે છે.

2. શરીરમાં કોઈપણ અંગ પર ગાંઠ કે સોજાનો અનુભવ થાય તો તે કેન્સરનો સંકેત હોઈ શકે છે. ખાસ કરીને બ્રેસ્ટ, ટેસ્ટિકલ્સ કે ગરદનની આસપાસ ગાંઠનો અનુભવ થાય તો ડોક્ટરનો સંપર્ક તુરંત કરવો.

3. જો અચાનક જ તમને ભોજનને ગળેથી ઉતારવામાં તકલીફ થતી હોય અથવા તો મોઢામાં કોઈ પણ પ્રકારની સમસ્યા અનુભવાય તો તે પાચન તંત્રમાં કેન્સરનો સંકેત પણ હોઈ શકે છે.

4. જો મળ ત્યાગ કરતી વખતે લોહી નીકળે અથવા તો મહિલાઓને માસિક ધર્મ સિવાય અસામાન્ય રીતે બ્લડિંગ થાય તો તે પણ કેન્સરનો સંકેત હોઈ શકે છે તેથી તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો.

5. કામ કર્યા પછી થાક લાગવો સામાન્ય છે પરંતુ કારણ વિના તમને શરીરમાં સતત થાક નો અનુભવ થાય તો તે કેન્સરનું શરૂઆત લક્ષણ પણ હોઈ શકે છે.

6. હાડકાનો દુખાવો જે રાતના સમયે અચાનક જ વધી જતો હોય તો તે પણ શરીરમાં કેન્સરના સેલ્સ વધી રહ્યા હોય તેનો સંકેત હોઈ શકે છે. શરીરના કોઈ એક અંગમાં સતત દુખાવો રહેતો હોય તો તે કેન્સરનો સંકેત હોય છે.

7. મહિલાઓમાં માસિક અનિયમિત થઈ જાય, માસિક દરમિયાન વધારે બ્લડિંગ આવે અથવા તો મેનોપોઝ પછી અચાનક જ અસામાન્ય રક્તસ્ત્રાવ શરૂ થઈ જાય તો તુરંત જ કેન્સર માટે તપાસ કરાવી લેવી જોઈએ.

8. શરીર પર તલ અને મસા સામાન્ય વ્યક્તિને પણ હોય છે પરંતુ અચાનક જ તેના રંગમાં આકારમાં કે બનાવટમાં ફેરફાર થવા લાગે તો તે કેન્સરનું શરૂઆતથી લક્ષણ પણ હોઈ શકે છે. આ સિવાય કોઈ ઈજા થઈ હોય અને તે ઝડપથી મટે નહીં તો તે પણ કેન્સરનું સંકેત હોઈ શકે છે.

મહત્વપૂર્ણ છે કે આ લક્ષણો અન્ય સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ પણ હોઈ શકે છે. પરંતુ જરૂરી છે કે ઉપર દર્શાવ્યામાંથી કોઈપણ લક્ષણ જો શરીરમાં અનુભવાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરીને તપાસ કરાવી લેવી.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com