માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
કિડની આપણા શરીરનું એ મુખ્ય અંગ છે જે રક્તને સાફ કરે છે અને શરીરમાં જમા થતા વેસ્ટ પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે. તેવામાં સ્વસ્થ રહેવા માટે કિડની સ્વસ્થ રહે તે ખૂબ જ જરૂરી છે.
જો તમારો આહાર યોગ્ય નહીં હોય તો કિડનીની બીમારીથી બચવું મુશ્કેલ થઈ જાય છે. આજે તમને કેટલાક એવા ફૂડ વિશે જણાવીએ જે કિડની માટે હાનિકારક સાબિત થાય છે. આ વસ્તુઓ એવી છે જેને નિયમિત ખાવાથી કિડની ડેમેજ પણ થઈ શકે છે કારણ કે આ ફૂડ કિડની માટે ખૂબ જ ખરાબ છે. જો તમે આ પાંચ વસ્તુઓ નિયમિત ખાતા હોય તો આજથી જ આદત બદલી દેજો. નહીં તો કિડની ખરાબ થતા સમય નહીં લાગે.
વધારે મીઠાવાળો ખોરાક
ભારતીય ખાન-પાનમાં મીઠાનો ઉપયોગ વધારે થાય છે. વધારે નમકનું સેવન કરવાથી શરીરમાં સોડિયમની માત્રા વધી જાય છે જેના કારણે બ્લડ પ્રેશર પણ વધી શકે છે અને કિડની પર પણ દબાવ પડે છે.
રેડ મીટ
રેડ મીટ એટલે કે ઘેંટાનું માંસ, સુવરનું માસ વગેરે. તેમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે. વધારે પ્રોટીન કિડની પર વધારે દબાણ કરે છે. જો તમને પહેલાથી જ કિડની સંબંધીત રોગ છે તો રેડમીટનું સેવન બિલકુલ ન કરો.
પેકેટવાળા જ્યુસ
પેકેટ બંધ ફ્રુટ જ્યુસમાં ખાંડ અને આર્ટિફિશિયલ મીઠાશની માત્રા વધારે હોય છે. તેનું વધારે સેવન કરવાથી કિડની ડેમેજ થવાનું જોખમ વધે છે.
દારૂ
દારૂનું વધારે પડતું સેવન કરવાથી શરીરના અંગોને નુકસાન થાય છે જેમાં કિડનીનો પણ સમાવેશ થાય છે. દારૂમાં ટોક્સિન વધારે હોય છે. જેના કારણે કિડનીને રક્ત ફિલ્ટર કરવામાં સમસ્યા થાય છે અને કિડની ડેમેજનું જોખમ વધે છે.
મેંદો
મેંદાથી બનેલી વસ્તુઓ જેમ કે બ્રેડ, પાસ્તા નુડલ્સ વગેરેનું વધારે માત્રામાં સેવન કરવાથી શરીરનો બ્લડ પ્રેશર લેવલ વધી જાય છે. લાંબા સમય સુધી આવી વસ્તુઓનું નિયમિત સેવન કરવામાં આવે તો તે કિડનીને પણ નુકસાન કરે છે. મેંદાનો ઉપયોગ કરવાની બદલે આખા અનાજનું સેવન કરવું યોગ્ય રહે છે.