ઉનાળામાં ઠંડી હવા ખાવા માટે લોકો ખુબ એસીનો ઉપયોગ કરે છે. પરંતુ લોકોને લાગે છે કે વરસાદમાં એસીનું શું કામ, પરંતુ મોનસૂનમાં તેની મજા ખુબ વધી જાય છે. આવું એટલા માટે કારણ કે વરસાદની સીઝનમાં હવામાં ભેજ વધી જાય છે, જેનાથી ચિકાસ રહે છે. ભેજવાળા વાતાવરણમાં ભેજ પણ વધે છે, જેના કારણે વરસાદની ઋતુમાં પંખાની હવા એટલી ઠંડી નથી લાગતી. હવે જ્યારે વાત વરસાદમાં એસી ચલાવવાની થઈ રહી છે તો ખુબ ઓછા લોકો જાણે છે કે વરસાદની સીઝન માટે એસીમાં એક ખાસ મોડ ‘Dry Mode’મળે છે.
ડ્રાય મોડ એસીમાં મળનાર એક એવું ખાસ ફંક્શન છે જેનો ઉપયોગ વરસાદના દિવસોમાં કરવામાં આવે છે. આવું એટલા માટે કારણ કે વરસાદના દિવસોમાં ભેજનું પ્રમાણ વધુ હોય છે અને આ મોડ હવાને સૂકી કરી રૂમના વાતાવરણને ઠંડુ અને ડ્રાય રાખે છે. AC નો ડ્રાય મોડ અંદરની હવામાંથી ભેજ દૂર કરીને ડિહ્યુમિડિફાયરની જેમ કામ કરે છે. ડ્રાય મોડ ભેજવાળા હવામાનમાં હવાને તાજું કરવાનું કામ કરે છે.
આ મોડ ઓટોમેટિકલી એર કંડીશનરના કંપ્રેસરને થોડા સમય માટે ચાલૂ અને બંધ કરી દે છે, જ્યારે પંખો ધીમી સ્પીડથી ચાલતો રહે છે.
પંખાની ધીમી સ્પીડ ઇવેપોરેટર કોયલને ઠંડી કરવાનું કામ કરે છે. તેનાથી હવામાં ભેજ કંપ્રેસ થઈ જાય છે અને યુનિટના ડ્રેન પેનમાં ભેગો થઈ જાય છે.
ડ્રાય મોડનું કામ રૂમના તાપમાનને ઘટાડવાની જગ્યાએ હવાને સૂકવવાનું છે, જેથી તમારો રૂમ વધુ સુખદ અને આરામદાયક થઈ જાય છે.
વીજળીનો ઓછો વપરાશ
કૂલ મોડના મુકાબલે ડ્રાય મોડ વીજળીનો ઓછો વપરાશ કરે છે, કારણ કે તે ઠંડુ કરવા પર ઓછું ધ્યાન આપતા હ્યુમિડિટીને ઘટાડવાનું કામ કરે છે.
જે લોકો ખાસ કરીને ઘાટ, ધૂળ અને અન્ય એલર્જનથી એલર્જી ધરાવતા હોય તેમના માટે વધુ પડતી ભેજ અસ્થમા અને એલર્જીના લક્ષણોને વધુ ખરાબ કરી શકે છે. ડ્રાય મોડ હવામાં ભેજ ઓછો કરીને આ બાબતોનું ધ્યાન રાખે છે.