તાહીર ધનસુરીયા (અરવલ્લી સમાચાર)
દરેક ગ્રામ પંચાયતમાં વસ્તી વધારો થાય મતદારોની સંખ્યા વધે એટલે વ્યવસ્થાના ભાગરૂપે ગ્રામ પંચાયતોનું વિભાજન કરાય છે. આવી જ પરિસ્થિતિ મેઘરજના ભેમાપુર ગામમાં થતા ગ્રામપંચાયતનું વિભાજન કરવાની ફરજ પડી હતી. જેથી કેટલાક પરિવારોમાં નારાજગી જોવા મળી રહી છે.
મેઘરજની ભેમાપુર ગ્રામ પંચાયતનું વહીવટી કારણોસર વિભાજન કરવામાં આવ્યું છે, જ્યાં મેડીપાંટા ગ્રામ પંચાયતને નવી અમલમાં મુકવામાં આવી છે. આ નવી અમલ આવેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં મૂળ ભેમાપુર ગ્રામ પંચાયતના 60 કુટુંબોના 250 મતદારોનો મેડીપાંટા ગ્રામ પંચાયતમાં સમાવેશ કરાયો છે. જેના કારણે કટારા ફળિયાના લોકોના કામકાજ માટે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ ફળિયાના 250 મતદારોને દૂધ મંડળી, સેવા મંડળી, રેશનિંગ કાર્ડ તમામ સુવિધાઓ ભેમાપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવે છે. જેથી સ્થાનિક મતદારોની મૂળ ભેમાપુર ગ્રામ પંચાયતમાં રાખવાની માગ સાથે કટારા ફળિયાના રહીશોએ મેઘરજ ટીડીઓ અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું.