સુરતમાં ભાજપની જીતનો મુદ્દો પહોંચ્યો સુપ્રીમમાં, શિવ ખેરાની અરજી પર ચૂંટણી પંચ પાસેથી મંગાયો જવાબ

માઈઝ ચૌહાણ (અરવલ્લી સમાચાર)

  • સુરતમાં ભાજપે વનવે જીત મેળવી છે
  • તેની સામે મોટિનેશનલ સ્પીકર શિવ ખેરાએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી
  • NOTA સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવી

01

સુરતમાં ભાજપ ઉમેદવારની નિર્વિરોધ જીત જેવી બનતી ઘટનાઓ મામલે મોટા સમાચાર આવ્યા છે. આવી સ્થિતિથી બચવા માટે નોટાને ઉમેદવાર માનવાની અને નિર્વિરોધ ચૂંટણી થવાથી રોકવાવાળી અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ છે. જેના પર સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે. મોટિનેશનલ સ્પીકર શિવ ખેરાએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. જેમાં માંગ કરવામાં આવી છે કે, નોટાને ઉમેદવાર માનવામાં આવે અને નોટાને સામેના ઉમેદવાર કરતા વધુ વોટ મળે તો ત્યાં ફરીથી ચૂંટણી કરવામાં આવે. આ સુનાવણી દરમિયાન સુરતનો ઉલ્લેખ કરવામાં આવ્યો. વકીલે કહ્યું કે, જો ત્યાં આવી વ્યવસ્થા હોત તો ત્યાં નિર્વિરોધ ચૂંટણી જીતવાની નોબત ન આવી હોત.

Shiv Khera - Shiv Khera | LinkedIn

NOTA સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવી છે. જાણીતા મોટિવેશનલ સ્પીકર શિવ ખેરા દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી છે. જેમાં કમિશનને નિર્દેશ આપવા માંગ કરવામાં આવી છે કે જો NOTA (ઉપર ન હોય) ને કોઈપણ ઉમેદવાર કરતા વધુ મત મળે છે, તો તે બેઠક પર યોજાયેલી ચૂંટણી રદ કરવામાં કેવી રીતે આવે. સાથે નવી નવી ઉમેદવારી નોંધાવવામાં આવે. પણ સુરતમાં ચૂંટણી યોજવી જોઈએ.

આ અરજીમાં એવો નિયમ બનાવવાની પણ માંગ કરવામાં આવી છે કે જે ઉમેદવારો NOTA દ્વારા ઓછા મત મેળવે છે તેમના પર 5 વર્ષ સુધી તમામ ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ઉપરાંત, NOTA ને કાલ્પનિક ઉમેદવાર તરીકે જોવું જોઈએ. CJI ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ શુક્રવારે શિવ ખેરાની અરજી પર સુનાવણી કરવા સહમત થઈ છે.

ઉલ્લેખનીય છે કે, આ અરજી 22 એપ્રિલે સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતના સંદર્ભમાં કરવામાં આવી છે. ચાર ટેકેદારો ફરી જતા સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું. તેમના સાક્ષીઓના નામ અને સહીઓમાં ભૂલ હતી. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ સહિત 10 ઉમેદવારો મેદાનમાં હતા. 21 એપ્રિલે 8 અપક્ષ ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચ્યા હતા. માત્ર BSP ઉમેદવાર પ્યારે લાલ ભારતી બાકી હતા, જેમણે સોમવારે 22 એપ્રિલે પોતાનું નામાંકન પાછું ખેંચ્યું હતું. આ રીતે મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા હતા.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com