ગુજરાતીઓને તો લોટરી લાગી, યુકે સરકારે ત્યાં સેટલ્ડ થવાની સોનેરી તક આપી

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા આજે પણ ભારતીયોને વસવા માટે ફેવરિટ ડેસ્ટિનેશન છે. સ્થાયી થવા માટે આજે પણ ભારતીયો આ દેશમાં નજર દોડાવે છે. તેમાં યુકે જવા આજે પણ અનેક વિદ્યાર્થીઓ તલપાપડ છે. ત્યારે યુકેએ ભારતીય વિદ્યાર્થીઓ માટે દરવાજા ખુલ્લા કર્યા છે. યુકેએ ભારતીય વિદ્યાર્થીઓને અનોખી ઓફર આપી છે. જો તમે યુકેમાં ભણીને ત્યાં કામ કરવા માંગતા હોવ તો આ તક ગુમાવવા જેવી નથી. યુકેના ગૃહ વિભાગે India Young Professionals scheme અંતર્ગત નવા લોટની જાહેરાત કરી છે. આ સ્કીમ અંતર્ગત યોજનારા નવો ડ્રો 20 ફેબ્રુઆરી 2024થી શરૂ થઈને 22 ફેબ્રુઆરી 2024 સુધી એટલે કે ત્રણ દિવસ સુધી યોજાશે. 18થી 30 વર્ષની ઉંમર ધરાવતા યુવાનો આ લોટમાં અપ્લાય કરી શકે છે, અને જો તેઓ સિલેક્ટ થાય તો તેમને 24 મહિના એટલે કે 2 વર્ષ સુધી યુકેમાં રહેવાની, કામ કરવાના અને ભણવાના વિઝા મળશે.

આ સ્કીમનો લાભ લેવા માટે ત્રણ દિવસ મહત્વના
India Young Professionals scheme અંતર્ગત 2024માં ટોટલ 3000 સ્લોટ્સ અલોટ કરવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના સ્લોટ્સ ફેબ્રુઆરીમાં જ આપી દેવામાં આવ્યા છે, જ્યારે બાકીના સ્લોટ્સ જુલાઈ 2024માં બહાર પડનારા બેલોટ્સમાં આપવામાં આવશે. નવો ડ્રો 20 ફેબ્રુઆરીથી શરૂ થશે, જે 22 ફેબ્રુઆરી, 2024 સુધી ત્રણ દિવસ યોજાશે.

કોણ કોણ એપ્લાય કરી શકશે
આ પ્રોગ્રામમાં ઉંમરની લિમિટ છે. જેમાં 18 થી 30 ઉંમરના લોકો તેમાં એપ્લાય કરી શકશે. જો તમે આ પ્રોગ્રામમાં સિલેક્ટ થયા તો તમને 2 વર્ષ યુકેમાં રહેવાની, ભણવાની અને કામ કરવાની તક મળશે. આ સ્કીમમાં યુવાવયના લોકો એપ્લાય કરી શકશે.

સ્કીમમાં એપ્લાય કરવાના નિયમો

  • નવા લોટ પીરિયડની શરૂઆત 20 ફેબ્રુઆરીના રોજ બપોરે 2.30 વાગ્યાથી થશે અને યુવાનો 22 ફેબ્રુઆરીના રોજ બપોરે 2.30 વાગ્યા સુધી અપ્લાય કરી શક્શે. 
  • જે ભારતીય નાગરિકોએ બેચલર ડિગ્રી મેળવી છે એટલે કે ગ્રેજ્યુએશન કર્યું છે, અથવા તેના કરતા વધારે અભ્યાસ કર્યો છે, તેવા યુવાનો આમાં અપ્લાય કરી શક્શે. 
  • અસોસિએટ્સની ફી, ઈમીગ્રેશન હેલ્થ સરચાર્જ પણ 90 દિવસની અંદર ચૂકવી દેવા પડશે. 
  • આ ઉપરાંત વિઝા મળ્યા બાદ 6 મહિનાની અંદર યુકે પહોંચી જવું પણ ફરજિયાત છે.
  • જ્યારે તમારે યુકે જવાનું છે, તે તારીખે તમને 18 વર્ષ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ.
  • તમારી પાસે એટલીસ્ટ બેચલર ડિગ્રી અથવા તો તેના કરતા મોટી ડિગ્રી હોવી જરૂરી છે.
  • યુકેમાં તમારા ખર્ચાને પહોંચી વળવા માટે તમારી પાસે 2,530 પાઉન્ડનું બેલેન્સ હોવું જરૂરી છે. એટલે કે ભારતીય રૂપિયામાં 2,64,000 રૂપિયા થાય.
  • તમારી આવક પર 18 વર્ષથી ઓછી ઉંમરના કોઈ બાળકો નભતા ન હોવા જોઈએ.

યુકે દ્વારા સમયાંતરે આ પ્રકારના ઓફર આપવામાં આવે છે. ગત વર્ષે પણ આ પ્રકારની સ્કીમ વર્ષમાં બે વાર લોન્ચ કરવામા આવી હતી. જેમાં હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા અને તાઈવાન જેવા દેશના લોકોને તક આપવામાં આવી હતી. ત્યારે આ વર્ષે આ સ્કીમ ભારતીય વિદ્યાર્થીઓ માટે લોન્ચ કરાઈ છે. આ સ્કીમની શરૂઆત વર્ષ 2021 માં કરવામાં આવી હતી. જેના બાદ સમયાંતરે આ સ્કીમનો લ્હાવો આપવામાં આવતો હોય છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com