અકસ્માત સર્જી ચાલક ફરાર:ડમ્પરે લીધો આશાસ્પદ યુવકનો જીવ

નવનીત્ત શર્મા (અરવલ્લી સમાચાર )

જાહેર રસ્તા પર વાહન ચાલકો તેજ રફતારથી વાહનો ચલાવી રહ્યા હોય છે. જેના કારણે ક્યારેક નિર્દોષ નાના વાહનચાલકો ભોગ બનતા હોય છે. એવી એક ઘટના મેઘરજ તાલુકામાં સામે આવી છે.

મેઘરજના માલપુર રોડ પર આવેલા પૃથવીપુરા ગામે વળાંકમાં માતેલા સાંઢની જેમ આવી રહેલા એક ડમ્પરચાલકે આજ રોડથી પસાર થઈ રહેલા મુકેશ કટારા નામના આશાસ્પદ યુવકને કચડ્યો હતો. બાઇકથી લગભગ 20 ફૂટ જેટલો યુવક ખેંચાયો હતો અને ઘટનાસ્થળે જ યુવકનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. આસપાસના લોકોએ દોડી આવી મેઘરજ પોલીસને જાણ કરી હતી. ડમ્પરચાલક સ્થળ પર જ ડમ્પર મૂકીને ફરાર થઇ થઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઈ મૃતક યુવકના પરિવારજનો અને ગ્રામજનો પણ રોષે ભરાયા છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com