તાહા શાહ બદુશાને કહેવામાં આવ્યો નવો સુશાંતસિંહ રાજપૂત:એક્ટર બોલ્યો, 'હું તેમનો વારસો આગળ વધારવા માગુ છું, તેઓ ખૂબ જ ફિલોસોફિકલ અને બુદ્ધિશાળી હતા'

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

‘હીરામંડી’માં ‘તાજદાર’ અભિનેતા તાહા શાહ બદુશાને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ પહેલાં તાહાએ યશ રાજ ફિલ્મ્સની ‘લવ કા ધ એન્ડ’માં શ્રદ્ધા કપૂર સાથે ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તેનાથી તેને કોઈ ઓળખ નથી મળી જેટલી આજે ‘હીરામંડી’ને કારણે મળી છે. પરંતુ ‘હીરામંડી’માં રોલ મળતાં પહેલાં તેને ઈન્ડસ્ટ્રીમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. ઘણા નેટીઝન્સે ફિલ્મ ઉદ્યોગમાં આગળ વધવા માટે તાહાના સંઘર્ષની તુલના દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથે કરી છે. એટલું જ નહીં, તેમને ‘નવો સુશાંત સિંહ રાજપૂત’ પણ કહેવામાં આવે છે.

તાહા શાહ સુશાંતનો વારસો વધારવા માગે છે
હવે એક વાતચીત દરમિયાન તાહા શાહે સુશાંત સાથે સંબંધિત તેમની યાદો વિશે વાત કરી કે, તે કેવી રીતે તેમના વારસાને આગળ વધારવાની આશા રાખે છે. સિદ્ધાર્થ કન્નન સાથે વાત કરતાં તાહાએ કહ્યું, ‘હું સુશાંતને અંગત રીતે ઓળખતો હતો. હું જાણું છું કે આઉટસાઈડર શું હોય છે. હું તેમના વારસાને આગળ લઈ જવા માગું છું. લોકોએ ખરેખર મને મેસેજ કરીને કહ્યું છે કે હું તેમનો ‘નવો સુશાંત’ છું.’

‘આ એક ખૂબ જ સુંદર લાગણી છે. કારણ કે હું જાણું છું કે દર્શકોએ સુશાંતને કેટલો પ્રેમ આપ્યો છે. હું દરેકની અપેક્ષાઓ પૂર્ણ કરવાની આશા રાખું છું.’

‘કાઈ પો છે’માં અમિત સાધના રોલ માટે તાહાની પસંદગી કરવામાં આવી
તાહા સુશાંત સાથેની મુલાકાતને યાદ કરે છે. તેમણે સુશાંત વિશે કહ્યું કે, ‘તેઓ ખૂબ જ ફિલોસોફિકલ અને બુદ્ધિશાળી હતા. તેઓ પુસ્તકો વિશે ઘણી વાતો કરતા હતા. મેં તેમની સાથે વધારે સમય વિતાવ્યો ન હતો, અમે ફંક્શન અને પાર્ટીઓમાં જ વાત કરતા હતા. જ્યારે હું તેમને મળ્યો ત્યારે અમે ‘નાસા’ વિશે વાત કરી. આ સિવાય અમે ‘કાઈ પો છે’ વિશે પણ વાત કરી. કારણ કે ફિલ્મમાં અમિત સાધના રોલ માટે મારી પસંદગી કરવામાં આવી રહી હતી.’

‘લવ કા ધ એન્ડ’માં કામ કર્યા બાદ તે ‘ગિપ્પી’, ‘બરખા’ અને ‘રાંચી ડાયરી’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. તેણે ‘બાર બાર દેખો’માં સિદ્ધાર્થ મલ્હોત્રાના ભાઈની ભૂમિકા પણ ભજવી હતી, જેમાં કેટરિના કૈફ પણ લીડ રોલમાં હતી.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com