અમેરિકામાં વાવાઝોડાને કારણે ભારે તબાહી:5 રાજ્યોમાં 95થી વધુ તોફાનોનો અહેવાલ; સેંકડો મકાનો અને ઈમારતો ધરાશાયી

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

શુક્રવારે અમેરિકામાં આવેલા ટોર્નેડોએ ભારે તબાહી મચાવી હતી. પાંચ રાજ્યોમાં 95થી વધુ તોફાનો નોંધાયા છે. વાવાઝોડાને કારણે સેંકડો મકાનો અને ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. નેબ્રાસ્કા અને આયોવા રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું છે. નુકસાનનું મૂલ્યાંકન કરવામાં લગભગ 2 અઠવાડિયા લાગશે.

વાવાઝોડાને કારણે નેબ્રાસ્કા અને આયોવા રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું છે.

અનેક શહેરોમાં ઈમરજન્સી જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘણા રાજ્યોમાં હવામાન વિભાગે બે દિવસ માટે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. ઓમાહામાં પોલીસના જણાવ્યા અનુસાર, ત્યાં સેંકડો ઘરોને નુકસાન થયું છે. શહેરના પશ્ચિમ વિસ્તાર એલ્હોર્નને સૌથી વધુ નુકસાન થયું છે. ઓમાહી શહેર નેબ્રાસ્કા રાજ્યમાં આવેલું છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com