માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની આવક મર્યાદામાં વધારો કરવા અને ભિલોડામાં સરકારી વિજ્ઞાન પ્રવાહની કોલેજ શરૂ કરવા આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ પંચ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરાઇ છે.
આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ પંચના પ્રમુખ દિલીપભાઈ કટારા અને સહ મહામંત્રી એસ.એમ.ખરાડી દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરાયેલી લેખિત રજૂઆત અનુસાર સાબરકાંઠા અરવલ્લીમાં વસવાટ કરતાં વિદ્યાર્થીઓની આવક મર્યાદા માત્ર 2.5 લાખ છે જેને લીધે વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને આ બાબતને કારણે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ થી વંચિત રહી જાય છે. ભિલોડામાં વિજ્ઞાન પ્રવાહની સરકારી કોલેજ ન હોવાથી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા હિંમતનગર અને મોડાસા ઈડર જવું પડે છે.