શામળાજી ના મેળે ઝણીયું...રે... પેઝણીયું વાગે.શામળાજીના કાર્તિકી પૂનમનો લોકમેળામાં લાખો શ્રધ્ધાળુઓ ઉમટયા

તાહિર ધનસુરીયા (અરવલ્લી સમાચાર )

  • યાત્રાધામ શામળાજીમાં દેવ દિવાળી અને કાર્તિકી પૂર્ણિમાની ઉજવણી
  • પાંચ દિવસના મેળાનો આજે અંતિમ દિવસ
  • હજારોની સંખ્યામાં ભક્તોએ કાળીયા ઠાકોરના દર્શન કર્યા
  • નાગધરા કુંડ પાસેપિતૃમોક્ષની માન્યતા સાથે કરાઈ પૂજા
  • હજારો લોકોએ નાગધરા કુંડમાં લગાવી ભક્તો
  • પાંચ દિવસમાં લાખો ભક્તોએ દર્શન કર્યા
  • ભગવાન શામળિયાને પૂર્ણિમા નિમિત્તે વિશેષ શણગાર

યાત્રાધામ શામળાજી ખાતે કાર્તકી પૂર્ણિમાના મેળા નિમિત્તે હજારો ભક્તો ઉમટયા હતા . ભક્તોએ મેશ્વોડેમ ની તળેટીમાં આવેલા નાગધરા કુંડમાં આસ્થાની પવિત્ર ડૂબકી લગાવી પોતાના પિતૃઓના મોક્ષ માટે શાંતિની પ્રાર્થના બાદ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

 

રાજ્યમાં ભરાતા મેળાઓમાં સ્થાન ધરાવતો એવો યાત્રાધામ શામળાજી ખાતે ભરાતો કાર્તકી પૂર્ણિમાનો મેળો આજે ભરાયો હતો . ખાસ કરીને આ મેળામાં મેશ્વો ડેમની તળેટીમાં આવેલા નાગધરા કુંડમાં સ્નાન કરવાનું   વિશેષ મહત્વ હોય છે ત્યારે હજારો ભક્તો આ પૂર્ણિમા નિમિત્તે પિતૃઓના મોક્ષ માટે શામળાજી દર્શને આવતા હોય છે કાર્તકી પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથીજ મોટી સંખ્યા માં ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટયા હતા અને મંદિર પરિસરમાં લાઈનોમાં જોડાયા હતા

અહીં આવતા ભક્તોની એક માન્યતા મુજબ પૂર્ણિમાએ નાગધરા કુંડમાં સ્નાન કરવાથી ભૂત પ્રેત અને વળગાડ જેવી આસુરી શક્તિઓ માંથી મુક્તિ મળતી હોવાની વર્ષો જૂની માન્યતા છે જેથી આ દિવસે ભક્તો મોટી સંખ્યામાં શામળાજી આવે છે એન નાગધરા કુંડમાં આસ્થાની ડૂબકી લગાવે છે

આજે કારતકી પૂર્ણિમા અને દેવ દિવાળીનો પાવન અવસર હોવાથી ભગવાન શામળાજીને વિશેષ સોનાના આભૂષણો અને સફેદ ઝરીના વસ્ત્રોથી સાજ શણગાર કરાયો હતો જે શામળિયાના દર્શન કરી હજારો ભક્તોએ ધન્ય બનાવની સાથે નાગધરા કુંડમાં પવિત્ર સ્નાન કરી પોતાની માનતાઓ પુરી કરી હતી ઉલ્લેખનીય છે કે સાંજે સંધ્યા આરતી સમયે દેવ દિવાળી નિમિત્તે ભગવાન શામળિયા સન્મુખ મેરાયું પણ કરવામાં આવનાર છે.

                       પ્રકાશભાઈ દીક્ષિત ( પંડિત )

 

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com