શામળાજી પોલીસે 31st પહેલા ગુજરાતમાં દારૂ ઘુસાડવાના ભેજાબાજ બુટલેગરના પ્રયાસને બનાવ્યો નાકામ

તાહિર ધનસુરીયા (અરવલ્લી સમાચાર )

 

  • શામળાજી પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપ્યો
  • અણસોલ ચેક પોસ્ટ પરથી ટ્રકમાં મગફળીના કટ્ટાની આડમાંથી ઝડપાયો વિદેશી દારૂ
  • ટ્રકમાંથી પોલીસે વિદેશી દારૂની 1068 બોટલ ઝડપી
  • શામળાજી પોલીસે 140 દારૂ પેટી જેની કિંમત 7,52,340 નો દારૂ ઝડપ્યોપોલીસે ટ્રક સહિત 25,84,061નો મુદ્દામાલ જપ્ત કર્યો
  • શામળાજી પોલીસે બે આરોપી ઝડપી પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો

31st ડિસેમ્બર આવતાની સાથે લોકો દ્વારા 31st ડિસેમ્બરની ઉજવણીની તૈયારી શરૂ કરી દેવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં બુટલેગરો મોટા પ્રમાણમાં દારૂ ઘૂસવવા માટે અલગ અલગ ખેમિયાઓ અપનાવવામાં આવે છે ત્યારે એક ભેજાબાજ બુટલેગર દ્રારા મગફળીના કટ્ટાની થેલીઓના કાર્ટૂન બનાવી દારૂ સંતાડેલ હતો પરંતુ  શામળાજી પોલીસે બુટલેગરો પર તવાઈ બોલાવતા 24 કલાકમાં વધુ એક ટ્રકમાંથી લાખ્ખો રૂપિયાનો દારૂ ઝડપી પાડી બે ટ્રક અને લકઝુરિયસ કાર મળી એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે શામળાજી પોલીસે બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે

ગત રોજ ટ્રક કન્ટેનરમાંથી 7 લાખથી વધુનો શરાબ ઝડપ્યાના 24 કલાકમાં સતત મગફળી ભરેલ ટ્રકમાંથી 8.40 લાખના દારૂ સાથે બે બુટલેગરોને દબોચી લીધા હતાશામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ કરતા ટ્રકમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ભરેલ હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની બાતમી આધારિત ટ્રક આવતા અટકાવી તલાસી લેતા ટ્રકમાંથી મોટી માત્રામાં મગફળીના કટ્ટા ભરેલ હોવાથી ભારે જહેમત બાદ મગફળીના કટ્ટા હટાવી પ્લાસ્ટિક થેલીના કાર્ટૂન બનાવી અંદર સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-1068 કી.રૂ.752340/ નો જથ્થો જપ્ત કરી રાજસ્થાનના ટ્રક ચાલક મહેન્દ્રસિંહ ઉર્ફે જીતુ ડુંગરસિંહ રાજપૂત અને ઉદેસિંહ લક્ષ્મણસિંહ રાજપૂતને ઝડપી પાડી દારૂ, મગફળીનો જથ્થો અને ટ્રક મળી 3.25.84 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટ્રકમાં દારૂ ભરી આપનાર રાજસ્થાની બુટલેગર 1)નારાયણસિંહ લાલસિંહ રાજપૂત,2)સુરેશચંદ્ર ગિરધારીલાલ સાલ્વી,3)શંકરસિંહ રાજપૂત અને 4) ગોપાલસિંહ છોગસિંહ રાજપૂત સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com