શામળાજી પોલીસે ઝડપેલા રૂ.૪ કરોડ ૭૦ લાખના વિદેશી બનાવટના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું

તાહિર ધનસુરીયા (અરવલ્લી સમાચાર )

અરવલ્લી SP  સૈફાલી બરવાલના  માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસ રતનપુર ચેકપોસ્ટ સહીત અન્ય માર્ગો પર સઘન પેટ્રોલિંગ અને નાકાબંધી કરી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી રહી છે શામળાજી પોલીસે  ઝડપેલ અંદાજે ૪ કરોડ ૭૦ લાખના  વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા પોલીસના અધિકારીઓ તેમજ પ્રાંત અધિકારીની હાજરીમાં  ૪ કરોડ ૭૦ લાખના દારૂ પર બુલડોઝર ફેરવી દેવાતાં પકડાયેલ દારૂ સાચવવાની ઝંઝટમાંથી રાહત મળી હતી.ચેક પોસ્ટ નજીકના ખુલ્લા મેદાનમાં પાથરવામાં આવેલા 1 લાખ થી વધુ બોટલો પર જયાારે બુલડોઝર ફેરવાયું ત્યારે દારૂની ઉડેલી છોળોથી જાણે વિદેશી દારૂની નદી વહેતી થઈ હોય તેવા દ્દશ્યો જોવા મળ્યા હતા. શામળાજી પોલીસ સ્ટેશનમાં વર્ષે દહાડે કરોડો રૂપિયાાનો પકડેલા વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરવામાં આવે છે.ઝડપી પાડેલા મોટા પ્રમાણમાં દારૂને સાચવવા માટે ગોડાઉન બનાવવામાં આવ્યા છે શામળાજી પોલીસ સ્ટેશન મોડાસા ટાઉન,રૂરલ,મેઘરજ, ઇસરી, ભિલોડા , ટિટોઇ સહિત સાત પોલીસ સ્ટેશનના દારૂને એક્ઠી કરી નાશ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી

શામળાજી પોલીસે  ઝડપાયેલ વિદેશી દારૂનો નાશ કરવા જીલ્લા પોલીસતંત્રએ મંજૂરી માંગતા પોલીસ સ્ટેશનમાં ઉભરાઈ રહેલા આ દારૂના જથ્થાને નાશ કરવાની લીલીઝંડી મળતાં જ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓમાં હાશકારો ફેલાયો હતો સોમવારના રોજ રતનપુર ચેક પોસ્ટ નજીક આવેલા જી એસ ટી ગ્રાઉન્ડ ખાતે  વહીવટી તંત્ર અને પોલીસતંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂના અધધ જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવાતાં વિદેશી દારૂની બોટલનો કચ્ચરઘાણ નીકળતા દારૂની નદી વહેતી થઈ હોય તેવા દ્દશ્યો સર્જાયા હતા.ગુજરાતમાં દારૂ બાંધી હોવા છતાં સૌથી વધુ દારૂ પીવાય છે. અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ રાજ્યમાં ઠાલવવામાં આવી રહ્યો હોવાની સાથે જીલ્લામાં પણ મોટા પ્રમાણમાં ગેરકાયદેસરક દારૂનો વેપલો થાય છે  પોલીસે રેડ તેમજ અન્ય કામના ગુનામાં ઝડપેલો આ અધધ જથ્થો રાજ્યની સુવાળી દારૂબંધીની ચાડી ખાય છે. આ સાથે જ સત્તાધીશોને પણ સવાલ કરે છે કે દારૂબંધી છે તો આ દારૂ આસમાનમાંથી ગુજરાતમાં આવી ગયો હશે? ખેર આ મામલે પોલીસ ઘણી જાગૃત છે નહીંતર આટલો મોટો જથ્થો ઝડપાવો પણ શક્ય નથી

 

કે જે ચૌધરી – નાયબ પોલીસ અધ્યક્ષ

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com