500થી ઓછાની બચત, મેચ્યોરિટી પર મળશે 1 કરોડ, આ સ્કીમ બનાવી દેશે તમને ધનવાન

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

કરોડપતિ બનવા માટે વ્યક્તિ ઉંમરભર કેટલી મહેનત કરે છે પરંતુ ખુબ ઓછા લોકો ત્યાં સુધી પહોંચી શકે છે. પરંતુ એક સરકારી સ્કીમ એવી છે, જેમાં તમે દરરોજ 416 રૂપિયાનું રોકાણ કરી સરળતાથી કરોડપતિ બની શકો છો. અમે વાત કરી રહ્યાં છીએ પીપેએફની. પીપીએફ એટલે કે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ. આ એક સરકારી સ્કીમ છે, જેના પર વર્તમાનમાં 7.1 ટકા રિટર્ન આપવામાં આવી રહ્યું છે.

પીપીએફ માટે તમે જો દરરોજ 416 રૂપિયા બચાવો તો મહિનાના 12500 રૂપિયા થઈ જશે. તમારે આ રકમ 15 વર્ષ સુધી રોકાણ કરવી પડશે. આ રીતે 15 વર્ષની મેચ્યોરિટી પર તમને 40.68 લાખ રૂપિયા મળશે. તેમાં 22.50 લાખ રૂપિયાનું તમારૂ મૂળ રોકાણ અને 18.18 લાખ રૂપિયાનું વ્યાજ હશે. ઉલ્લેખનીય છે કે આ કેલકુલેશન 7.1 ટકાના દરે થઈ રહ્યું છે. તેના વ્યાજદરમાં ફેરફાર થતો રહે છે.

કઈ રીતે બનશો કરોડપતિ
15 વર્ષ સુધી દર મહિને 12500 રૂપિયાનું રોકાણ કરવા પર તમને 40 લાખ રૂપિયાથી વધુ મળશે. પરંતુ જો તમે આ સ્કીમને 5-5 વર્ષ માટે 2 વખત એક્સટેન્ડ કરી દો તો તમને 25 વર્ષ બાદ ટોટલ 1.03 કરોડ રૂપિયા મળશે. તેમાં તમારૂ કુલ રોકાણ 37.50 લાખ રૂપિયા હશે. જ્યારે વ્યાજ ખુબ વધી જશે. અહીં તમને વ્યાજથી 65.58 લાખ રૂપિયા મળશે. અહીં તમારે ધ્યાન ધ્યાન આપવું પડશે કે જો તમે મેચ્યોરિટી પીરિયડ એક્સટેન્ડ કરવા ઈચ્છો છો તો તેનની માહિતી બેન્કને એક વર્ષ પહેલા આપવી પડશે.

ટેક્સમાં છૂટની જોગવાઈ
પીપીએફ યોજનાનો એક મોટો ફાયદો છે કે આવકવેરાની કલમ 80સી હેઠળ તેમાં ખાતાધારકને ટેક્સ છૂટ મળે છે. ખાતાધારક પીપીએફમાં રોકાણના 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટ લઈ શકે છે. પીપીએફ પર જે વ્યાજ મળે છે તેના પર કોઈ ટેક્સ આપવાનો નથી. આ યોજનાને સરકારનું સમર્થન પ્રાપ્ત છે, તેથી તમારૂ રોકાણ સુરક્ષિત છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com