ગ્રોમર કેમ્પસ ખાતે બી.ઝેડ ગૃપ દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો

સમૂહ લગ્ન મહોત્સવમાં 78 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા

હિંમતનગર નેશનલ હાઇવે નંબર આઠ ઉપર આવેલ ઉત્તર ગુજરાતની અગ્રણી શિક્ષણ સંસ્થા ગ્રોમોર એજ્યુકેશન કેમ્પસ ખાતે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, બી.ઝેડ ગ્રુપના ફાઉન્ડર ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી સહિત ભાજપના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા..
સમૂહ લગ્ન મહોત્સવમાં દરેક દીકરીઓને તિજોડી, બેડ, ટીપોઇ, વાસણ તેમજ 51 હજારનું પોસ્ટનું સર્ટી સહિતનો કરિયાવર આપવામાં આવ્યો હતો.

હિંમતનગર શામળાજી નેશનલ હાઇવે નંબર આઠ પર આવેલા ગ્રોમોર કેમ્પસ ખાતે આજે સર્વ સમાજના સમુહ લગ્નોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું..આ કાર્યક્રમમાં 78 નવ દંપતિઓએ આજે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા… બી ઝેડ ગ્રુપના ફાઉન્ડર અને બી ઝેડ ગ્લોબલ ઇન્સ્ટિટયૂટના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાએ આ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું.. જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજ, આદિવાસી સમાજ અને અન્ય સમાજના નવદંપત્તિઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા… કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભિખુસિંહ પરમાર, સનાતન વર્લ્ડ પરિવાર દિલ્હીથી સ્વામી શૈલેશાનંદજી મહારાજ, સાબરકાંઠા સાંસદ દિપસિંહ રાઠોડ, હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા સહિત આ વિસ્તારના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.. લગ્તનોત્સવમાં જોડાયેલા નવદંપતીઓને ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા 51 હજારનું પોસ્ટલ સર્ટિફિકેટ અને 80,000 નું કરિયાવર આપવામાં આવ્યું હતું. આ અંગે ભુપેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે 51,000 નું સર્ટિફિકેટ પાંચ વર્ષે જ્યારે ડબલ થશે ત્યારે આ નવદંપતીઓના સંતાનોને અભ્યાસ કરવામાં મોટી મદદ મળી રહેશે… તો હાજર સનાતન વર્લ્ડ પરિવારના સ્વામી શૈલેષ આનંદજી મહારાજે ભારતીય પ્રણાલીને ભુપેન્દ્રસિંહ ઝાલા આગળ વધારતા હોવાનું જણાવી આશિર્વચન પાઠવ્યા હતા.. તો સાબરકાંઠાના ઇતિહાસમાં આવો સર્વ સમાજનો સમૂહ લગ્નોત્સવ કદી આયોજિત થયો ન હોવાનું જણાવી અન્ન અને નાગરીક પુરવઠા પ્રધાન ભીખુસિંહ પરમાર અને સાંસદ દિપસિંહ રાઠોડે નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.. નોંધનીય છે કે લગ્નગ્રંથિ જોડાયેલા આ 78 પરિવારમાં કેટલાક પરિવારો આર્થિક રીતે સક્ષમ ન હતા ત્યારે આજે ધામધૂમથી જે લગ્ન યોજાયા હતા તે જોઈને તેઓ પણ આનંદિત થઈ ગયા હતા… તારે આ લગ્ન સમય અંદાજે 4000 થી વધુ લોકો ઉમટી પડ્યા હતા..

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com