માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
શ્રી પવિત્ર માર્ગેરિટાએ આજે અહીં ટેક્સટાઇલ મંત્રાલયમાં રાજ્ય મંત્રીનો હોદ્દો સંભાળ્યો છે. શ્રી માર્ગેરિટા રાજ્યસભાના સભ્ય છે, જેઓ આસામના માર્ગેરિટા વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા છે.
પૂર્વ કેન્દ્રીય કાપડ મંત્રી શ્રી પિયુષ ગોયલે કેન્દ્રીય કાપડ મંત્રી શ્રી ગિરિરાજ સિંહની ઉપસ્થિતિમાં શ્રી માર્ગેરિટાને પુષ્પગુચ્છ અર્પણ કર્યા હતા. આ પ્રસંગે ટેક્સટાઇલ મંત્રાલયનાં સચિવ શ્રીમતી રચના શાહ તેમજ મંત્રાલયનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.