સાબરકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ કહ્યું- 'જે અવાજ દબાવી રાખ્યો હતો એ હવે ઉજાગર થયો'

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

લોકસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે અને તમામ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જોતરાઈ ગયા છે. તેવામાં ગુજરાતની સાબરકાંઠા બેઠક હાલ ખૂબ જ ચર્ચામાં છે અને તેનું કારણ છે ભાજપે આ બેઠક પર જાહેર કરેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરને બદલીને શોભના બારૈયાને ટિકિટ આપી. જેને લઈ ભાજપમાં આંતરિક વિવાદ શરૂ થયો અને જે હવે શાંત થવાનું નામ લઈ રહ્યો નથી. આ ઉપરાંત ભાજપમાં વડોદરા, રાજકોટ, અમરેલી, વલસાડ, વિજાપુર વિધાનસભા બેઠક પર ઉમેદવારને લઈ ભાજપમાં વિવાદ જોવા મળી રહ્યો છે. ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ ભાજપમાં ચાલી રહેલા આંતરિક વિવાદને લઈ કહ્યું કે, ભાજપમાં બળવાનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે. જે અવાજ ભાજપે અત્યાર સુધી દબાવી રાખ્યો હતો એ હવે ઉજાગર થયો છે.

‘ભાજપમાં આવું પહેલીવાર જોઈ રહ્યો છું’
કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, હું પહેલીવાર ભાજપમાં આવો બળવો જોઈ રહ્યો છું. સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર બદલ્યા પછી નવા ઉમેદવાર જાહેર થયા બાદ ભાજપમાં બળવાનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે. જે અવાજ એ લોકોએ અત્યાર સુધી દબાવી રાખ્યો હતો એ આજે ઉજાગર થઈ રહ્યો છે. ભાજપમાં માત્ર સાબરકાંઠા જિલ્લો કે બાયડ વિધાનસભા જ નહીં, પરંતુ વડોદરા લોકસભા, રાજકોટ લોકસભા, અમરેલી લોકસભા, બનાસકાંઠા લોકસભા હોય કે પછી વિજાપુર વિધાનસભા હોય દરેક જગ્યાએ વિરુધનો સૂર ઊઠ્યો છે. ત્યારે ભાજપના લોકો 26 સીટ પર જે 5 લાખની લીડની વાત કરી રહ્યા છે તે કોઈપણ સંજોગોમાં એ લક્ષ એમનું પૂરું થવાનું નથી.

કોંગ્રેસના ઉમેદવારે અરવલ્લીમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા
લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જોતરાઈ ગયા છે. તેવામાં ગઈકાલે અરવલ્લીથી કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યાં હતા. સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસે ડો.તુષાર ચૌધરીને ટિકિટ આપી લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે ગઈકાલે મોડાસા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તમામ તાલુકાના સંગઠનના જવાબદાર હોદ્દેદારો, ચૂંટાયેલ પ્રતિનિધિઓની અલગ અલગ બેઠકો લીધી હતી.

 

 

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com