સાબર ડેરી : 15 બિનહરિફ પણ એકમાં ચૂંટણી થઈ તો કોંગ્રેસનો ઉમેદવાર જીત્યો, ભાજપને ઝટકો

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

સાબરકાંઠા અને અરવલ્લીની પશુપાલકોની જીવાદોર સમાન સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં અરવલ્લીના બાયડ વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલે ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારને હરાવી સતત ચોથી વાર સાબરડેરીના ડિરેકટર બન્યા છે. લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે તે પહેલા જ સાબરડેરીમાં અરવલ્લી જીલ્લાના બાયડ વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલે ભાજપ પ્રેરિત ઉમેદવારને હરાવીને વિજય મેળવ્યો છે. 16 માંથી ભાજપ પ્રેરિત 15 બેઠકો બિનહરીફ થઇ હતી છતાં એક સભ્યની બેઠકમાં ભાજપ પ્રેરીત ઉમેદવારની હાર થઇ છે.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સામાન સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 16 બેઠકોમાં 15 બેઠક બિનહરીફ થવા પામી હતી. જોકે એક માલપુર બેઠક માટે 99 ટકા મતદાન થયું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના ઉમેદવાર હસમુખભાઈ પટેલ અને બાયડ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સહિત અન્ય એક ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો હતો.

ડિરેક્ટરો દ્વારા થયેલા કૌભાંડો પણ ઉજાગર થશે

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 910 મતદારો પૈકી 904 મતદારોએ મતદાન કર્યું હતું. જેમાંથી 574 મત જશુભાઈ પટેલને અને હસમુખભાઈ પટેલને 327 મત મળ્યા હતા. જો કે ત્રણ મત રદ ગયા હતા.  આ ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર જશુભાઈ પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના ડિરેક્ટરો સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ પશુપાલકોના હિત માટે જ્યાં જરૂર હશે ત્યાં ઉભા રહેવાની ખાતરી પણ આપી હતી અને આ ડિરેક્ટરો દ્વારા થયેલા કૌભાંડો પણ ઉજાગર કરવા માટેની વાત કરી હતી.

કોંગી કાર્યકરો દ્વારા ફટકડા ફોડીને ઉજવણી

પશુપાલકોના પ્રશ્નોને વાચા આપવા માટે દર સોમવારે તેઓ સાબરડેરી ખાતે પશુપાલકોને મળશે તેવી વિજયોત્સવ પ્રસંગે જશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. આગામી સમયમાં પશુપાલકોના હિત માટે લડતો રહીશ તેવી વાત પણ કરી હતી તો સાબરડેરીમાં જશુભાઈ પટેલ સતત ચોથી વાર સાબરડેરીના ડિરેક્ટર પદે ચૂંટાઈ આવ્યા છે.  તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા આ જીતની ઉજવણી કરવામા આવી હતી. મોડાસા ચાર રસ્તા ખાતે સાબર ડેરીમાં જીતની ઉજવણી કરાઈ હતી. પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલની ડિરેક્ટર પદે જીત થતા કોંગી કાર્યકરો દ્વારા ફટકડા ફોડીને ઉજવણી કરાઈ.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com