રિયાન પરાગની વિસ્ફોટક ઈનિંગ, રાજસ્થાન રોયલ્સે દિલ્હીને હરાવી સતત બીજી જીત મેળવી

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

આઈપીએલ-2024માં હોમ ટીમની જીતનો સિલસિલો યથાવત છે. સતત નવમી મેચમાં હોમ ટીમે જીત મેળવી છે. રાજસ્થાન રોયલ્સે જયપુરમાં દિલ્હી કેપિટલ્સને 12 રને હરાવી સતત બીજી જીત મેળવી છે. તો દિલ્હીએ બીજી હારનો સામનો કરવો પડ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા રિયાન પરાગના અણનમ 84 રનની મદદથી રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 5 વિકેટે 185 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં 5 વિકેટે 173 રન બનાવી શકી હતી.

રિયાન પરાગની વિસ્ફોટક ઈનિંગ
રિયાન પરાગ છેલ્લી કેટલીક સીઝનથી રાજસ્થાન રોયલ્સ સાથે છે. રિયાનના ફોર્મ અને પ્રદર્શનને લઈને સતત સવાલો ઉઠતા હતા. પરંતુ આઈપીએલ 2024માં રિયાન પરાગે બે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રથમ મેચમાં 40થી વધુ રન ફટકારનાર રિયાન પરાગે બીજી મેચમાં શાનદાર બેટિંગ કરી રાજસ્થાન રોયલ્સને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. રિયાન પરાગે 45 બોલમાં 7 ચોગ્ગા અને 6 સિક્સ સાથે અણનમ 84 રન ફટકાર્યા હતા.

રાજસ્થાનની ખરાબ શરૂઆત
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત ધીમી રહી હતી. ટીમે માત્ર 36 રનમાં પોતાના ત્રણ મહત્વના બેટરોને ગુમાવી દીધા હતા. યશસ્વી જયસ્વાલ માત્ર 5 રન બનાવી મુકેશ કુમારનો શિકાર બન્યો હતો. જોસ બટલર પણ 11 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. કેપ્ટન સંજૂ સેમસન 15 રન બનાવી ખલીલ અહમદનો શિકાર બન્યો હતો. રાજસ્થાને પ્રથમ 10 ઓવરમાં માત્ર 57 રન બનાવ્યા હતા.

લક્ષ્યમો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે પ્રથમ 2 વિકેટ જલ્દી ગુમાવી દીધી હતી. 30 રનના સ્કોર સુધી મિચેલ માર્શ અને રિકી ભુઈ પેવેલિયન પરત ફરી ગયા હતા. આ વચ્ચે ડેવિડ વોર્નરે 34 બોલમાં 49 રન ફટકાર્યા, જેમાં પાંચ ચોગ્ગા અને ત્રણ સિક્સ સામેલ છે. તો કેપ્ટન રિષભ પંતે 26 બોલમાં 28 રન બનાવ્યા હતા. દિલ્હીને અંતિમ પાંચ ઓવરમાં 66 રનની જરૂર હતી. ત્યારે ટ્રિસ્ટન સ્ટબ્સે આક્રમક બેટિંગ કરતા 23 બોલમાં 44 રન બનાવ્યા હતા. પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહીં.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com