રોહિત શર્માએ દેખાડી હાર્દિક પંડ્યાને જગ્યા, ચૂપચાપ નતમસ્તક થઈ હિટમેનનો આદેશ માની કર્યું આ કામ

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચમાં તે બધુ જ જોવા મળ્યું જે ફેન્સ જોવા માંગતા હશે. કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા માટે જો કે આ મેચ એક ખરાબ સપના સમાન હશે કારણ કે તેની ટીમના બોલરોની ખુબ ધોલાઈ થઈ અને વિરોધી  ટીમે 20 ઓવરમાં 277 રન ઝૂડી નાખ્યા. જે આઈપીએલના ઈતિહાસમાં કોઈ પણ ટીમનો બેસ્ટ સ્કોર બની ગયો. મેચના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. જેમાંથી એક વીડિયો જે જોવા મળ્યો છે તેમાં સ્થિતિ બગડતા પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ મોરચો સંભાળ્યો અને હાર્દિક પંડ્યાને બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરવા મોકલ્યો.

આ વીડિયો પર ક્રિકેટ ચાહકો મોજ લેતા જોવા મળી રહ્યા છે. કેટલાકે લખ્યું કે રોહિત શર્માએ હાર્દિક પંડ્યા જોડે બદલો લીધો તો કેટલાકે કહ્યું કે હાર્દિકને ફિલ્ડિંગ માટે યોગ્ય જગ્યાએ મોકલી દીધો. એક વીડિયો વાયરલ થયો છે જેમાં હાર્દિક પંડ્યા બાઉન્ડ્રી તરફ ભાગતો જોવા મળે છે અને રોહિત શર્મા તેને કઈક કહે છે. કોમેન્ટેટર્સ એવું પણ બોલતા સંભળાય છે કે રોહિતની ભાગીદારી જોઈ શકાય છે. હાર્દિક પંડ્યા ફિલ્ડિંગ કરવા માટે બાઉન્ડ્રી પર જઈ રહ્યો છે.

અત્રે જણાવવાનું કે ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ મેચની 20મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ રોહિત શર્માને ફિલ્ડિંગ કરવા માટે બાઉન્ડ્રી પર મોકલી દીધા હતા. આ દરમિયાન રોહિતને જે પ્રકારે આદેશ આપ્યો તે રીત ફેન્સને ગમી નહતી. મેચની વાત કરીએ તો હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં હાઈ સ્કોરિંગ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સ પર 31 રનથી જીત મેળવી. સનરાઈઝર્સ હૈદરાબાદે 3 વિકેટના ભોગે 277 રન ઠોક્યા અને ત્યારબાદ રોહિત શર્મા (12 બોલમાં 26 રન), અને ઈશાન કિશન (13 બોલમાં 34 રન)ની જોરદાર શરૂઆત પછી મુંબઈ પણ સારી શરૂઆત આપી હતી. બે વિકેટ પડી જ તા હૈદરાબાદને મેચમાં વાપસીની તક મળી. VIDEO: હાર્દિક પંડ્યાએ રોહિત શર્માને ગળે લગાવ્યો, MIના નવા અને જૂના  કેપ્ટનનો વીડિયો વાયરલ | Hardik Pandya Rohit Sharma hug each other at MI  camp video goes viral

તિલક વર્માએ 34 બોલમાં 64 રન ફટકાર્યા. જે મુંબઈનો એકમાત્ર સ્ટેન્ડઆઉટ બેટર હતો. તેણે ક્રિસ પર 188.24ના સ્ટ્રાઈક રેટથી બે ચોગ્ગા અને છ છગ્ગા માર્યા. ટિમ ડેવિડે 22 બોલમાં 42 રન કરીને સારી ઈનિંગ રમી પણ મુંબઈને આમ છતાં જીતનો સ્વાદ ચાખવા મળ્યો નહીં. જયદેવ ઉનડકટ અને પેટ કમિન્સે હૈદરાબાદની બોલિંગનું નેતૃત્વ સંભાળ્યું હતું અને પોત પોતાના સ્પેલમાં 2-2 વિકેટ લીધી હતી. શાહબાજ અહેમદે 3 ઓવરના સ્પેલમાં એક વિકેટ લીધી અને મેજબાન ટીમ 31 રનથી જીતી ગઈ.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com