ચોમાસું બેસતાં બર્ડહિટનું જોખમ વધવાની વકી:વરસાદને લીધે અમદાવાદથી 8 ફ્લાઇટ બે કલાક મોડી ઉપડી

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

શુક્રવારે હળવા વરસાદ ઉપરાંત વિઝિબિલિટી ઘટી જતાં 8 ડોમેસ્ટિક ફ્લાઇટ બે કલાક સુધી મોડી પડી હતી. મોડી પડેલી ફ્લાઇટોમાં ઇન્ડિગોની ગોવા, પૂણે જ્યારે અકાશાની મુંબઈની ફ્લાઇટનો સમાવેશ થાય છે. દિલ્હીમાં ભારે વરસાદને કારણે એરપોર્ટના ટર્મિનલની છતનો એક ભાગ તૂટી પડતાં ઇન્ડિગોની દિલ્હી જતી ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી હતી. જોકે આ રૂટ પર અન્ય કોઈ ફ્લાઇટને અસર થઈ ન હતી.

દરમિયાન ઉનાળું વેકેશન પૂરું થવા સાથે હવે ફ્લાઇટોમાં ટૂરિસ્ટની સંખ્યા ઘટશે. ચોમાસું શરૂ થતાં એર પેસેન્જરની સંખ્યામાં 40 ટકાના ઘટાડાની જ્યારે બીજી તરફ બર્ડ હિટની ઘટનાઓમાં વધારો થવાની ધારણા છે. અમદાવાદ એરપોર્ટ બર્ડ હિટ માટે અતિસંવેદનશીલ ગણાય છે. ચાલુ વર્ષે ત્રણ બર્ડ હિટની ઘટના બની ચૂકી છે. 2023માં સૌથી વધુ 114 બર્ડ હિટ નોંધાયા હતા. ચોમાસામાં જંતુઓ ખાવા આવતા પક્ષીઓને દૂર રાખવા ફટાકડા, લેસર ટોર્ચ સહિતનાં સાધનોનો ઉપયોગ થતો હોય છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com