વડોદરામાં કારેલીબાગ સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી, પોસ્ટરો લગાવી વિરોધ નોંધાવ્યો

માઈઝ ચૌહાણ (અરવલ્લી સમાચાર)

  • લોકસભાની ચૂંટણી માથા પર છે અને શહેરમાં સુવિધાઓ ન મળતી હોવાથી પ્રજાજનો હવે બહાર આવી રહ્યા છે. 
  • વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ રણછોડ પાર્ક સોસાયટીમાં ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો
  • ડ્રેનેજનો પહેલેથી જ પ્રોબ્લેમ છે, રોડ સરખા નથી અને હવે લાઈટ પણ યોગ્ય રીતે મળતી નથી.

લોકસભાની ચૂંટણી માથા પર છે અને શહેરમાં સુવિધાઓ ન મળતી હોવાથી પ્રજાજનો હવે બહાર આવી રહ્યા છે. એક તરફ ક્ષત્રિય સમાજનું આંદોલન અને બીજી તરફ રહીશોને સુવિધાઓ ન મળતા કકળાટ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ રણછોડ પાર્ક સોસાયટીના રહીશો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે, વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ, ડ્રેનેજનો પહેલેથી જ પ્રોબ્લેમ છે, રોડ સરખા નથી અને હવે લાઈટ પણ યોગ્ય રીતે મળતી નથી. જેને લઇ

સ્થાનિકોએ ભેગા થઈ વિરોધ નોંધાવ્યો
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ રણછોડ પાર્ક સોસાયટી સહિત આસપાસની કેટલીય સોસાયટીઓમાં છેલ્લા ત્રણ દિવસથી લાઈટ અનિયમિત હોવાનું સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ છતાં પણ ડ્રેનેજ રોડ રસ્તાની સુવિધા યોગ્ય મળી નથી અને હવે લાઈટ પણ અનિયમિત રહે છે. જેથી આવનાર લોકસભાની ચૂંટણીનો અમે બહિષ્કાર કરીએ છીએ અને કામ નહીં તો વોટ નહીંની ચીમકી ઉચ્ચારી છે. મોટી સંખ્યામાં આસપાસના સોસાયટીના સ્થાનિકો ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો.

પાણીનો ખૂબ જ ત્રાસ: કરમજીતસિંગ
આ અંગે કરમજીતસિંગે જણાવ્યું હતું કે, હું છેલ્લા 40 વર્ષથી અહીંયા રહું છું અને અહીંયા કોઈ ડ્રેનેજનું કામ થયું નથી. બારેમાસ ગટર અહીંયા ઉભરાય છે. વારંવાર અધિકારીઓને રજૂઆત કરવામાં આવે છે છતાં પણ તેનું નિરાકરણ આવતું નથી. સાથે જ પાણીનો અહીંયા ખૂબ જ ત્રાસ છે. રણછોડ પાર્ક સોસાયટીમાં 69 મકાન આવેલા છે.

લાઈટ ન હોય તો કઈ રીતે વાંચવું: સ્થાનિક મહિલા
આ અંગે સ્થાનિક મનીષાબેન ચિરાગકુમાર સુથારે જણાવ્યું હતું કે, અમે કારેલીબાગમાં આવેલી રણછોડ પાર્ક સોસાયટીમાં રહીએ છીએ. અહીંયા પાણીનો પ્રશ્ન છે. સાથે જ છેલ્લા બે ત્રણ દિવસથી વારંવાર લાઈટ કાપ જોવા મળી રહ્યો છે, હાલમાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ચાલી રહી છે. રાત્રે વાંચવાનું હોય છે તો લાઇટ જ ન હોય તો કઈ રીતે બાળક વાંચે. મારી દીકરી અભ્યાસ કરે છે અને આખી રાત મોબાઈલની લાઈટથી વાંચે છે. લાઈટ ન હોય તો કઈ રીતે વાંચવું. કામ નહીં તો વોટ નહીં.

 

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com