રાહતના સમાચાર: લોકસભા ચૂંટણી CNGના ભાવમાં મોટો ઘટાડો, જાણો શું છે નવો ભાવ

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

ચૂંટણી કમિશન (Election Commission) દ્વારા આ મહિને ક્યારેય પણ લોકસભા ચૂંટણી (Lok Sabha Election) ની તારીખોની જાહેરાત થઇ શકે છે. આ દરમિયાન ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલાં લોકો માટે રાહતના સમાચાર છે. મહારાષ્ટ્રના મુંબઈમાં સીએનજીના ભાવમાં 2.5 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો કરવામાં આવ્યો છે. હાલમાં લોકો મોંઘવારીથી પરેશાન છે. એવામાં સીએનજીના ભાવમાં ઘટાડો એ લોકો માટે રાહતની વાત છે. વાસ્તવમાં, સાર્વજનિક ક્ષેત્રના મહાનગર ગેસ (MGL)એ CNGની કિંમતમાં 2.5 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો કર્યો છે.

આ કારણે ઘટાડવામાં આવ્યા સીએનજીના ભાવ
મંગળવારે મોટી રાત્રે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહ્યું કે ગેસના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થવાને કારણે ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું કે ગેસના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો છે. આ કારણસર સીએનજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ કાપ 5 માર્ચની મધરાતથી અમલમાં આવ્યો છે. ગેસના ઉત્પાદન ખર્ચમાં ઘટાડાને કારણે આગામી દિવસોમાં દેશના અન્ય ભાગોમાં પણ સીએનજીના ભાવમાં ઘટાડો થવાની ધારણા છે.

MGL દેશની આર્થિક રાજધાનીમાં કરે છે ગેસ સપ્લાય
તમને જણાવી દઇએ કે સરકારી કંપની મહાનગર ગેસ લિમિટેડે સીએનજીના ભાવમાં 2.5 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઘટાડ્યા બાદ સીએનજીના ભાવ  73.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગયો છે. એમજીએલ ખાસકરીને દેશની આર્થિક રાજધાનીમાં મુંબઇમાં ગેસની સપ્લાય અને વેચાણ કરે છે. દેશની આર્થિક રાજધાની મુંબઇમાં સીએનજીના ભાવ ઘટી ગયા છે, પરંતુ હજુ પણ દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં સીએનજીના ભાવ સ્થિર છે. અત્યારે દિલ્હીમાં સીએનજીના ભાવ 76.59 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com