'રામલીલા' એક્ટર ગુલશન દેવૈયાએ ​​શૂટિંગનો કિસ્સો જણાવ્યો:રણવીર સિંહને કહ્યો ભાવુક, બોલ્યો, 'ઈમોશનલ સીન જોઈને એક્ટર રડતો હતો'

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

એક્ટર ગુલશન દેવૈયાએ ​​રણવીર સિંહ સાથે ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલાઃ રામલીલા’માં કામ કર્યું હતું. ગુલશને હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં રણવીર સિંહ સાથે જોડાયેલો એક કિસ્સો જણાવ્યો હતો. ગુલશને જણાવ્યું કે, ફિલ્મ ‘રામલીલા’ના શૂટિંગ દરમિયાન એક ઈમોશનલ સીન બાદ રણવીર ખૂણામાં બેસીને રડી રહ્યો હતો. ગુલશને રણવીરને એક-બે વાર રડતા જોયો હતો. એકટરે કહ્યું કે, ‘રણવીર શરૂઆતથી જ ખૂબ ઍનર્જેટિક છે. તમે તેને અટેંશન સીકર પણ કહી શકો છો, પરંતુ તે કેટલાક લોકોમાં પહેલાંથી જ હોય છે.’

સિદ્ધાર્થ કન્નન સાથેની વાતચીત દરમિયાન ગુલશને કહ્યું, ‘રણવીર શરૂઆતથી જ દરેક જગ્યાએ પોતાને એક ફિલ્મ સ્ટારની જેમ રજૂ કરતો હતો, કારણ કે તે માનતો હતો કે પોતે સ્ટાર છે.’ ગુલશને જણાવ્યું કે તેમને રણવીર સાથે લગભગ 2 અઠવાડિયા સુધી એક્ટિંગ વર્કશોપ કર્યો હતો. તે સમયે પણ રણવીર સ્ટારની જેમ ચાલતો હતો.’

ગુલશને વધુમાં જણાવ્યું કે, ‘ક્યારેક-ક્યારેક સીન પછી હું રણવીર સાથે એક ખૂણામાં બેસી જતો હતો. કારણ કે તે એટલો મહેનતુ છે કે દરેક વ્યક્તિ સાથે તેની સરખામણી કરી શકાય નહી. તેમની સાથે રહેવાથી તમે તેમની એનર્જીથી ખૂબ પ્રભાવિત થાઓ છો. રણવીર અને હું એકબીજાને ટક્કર આપતા હતા. જ્યારે સંજય લીલા ભણસાલીએ સેટ પર મારા વખાણ કર્યા ત્યારે રણવીરનું શૂટિંગ શરૂ થયું ન હતું. રણવીર મારી પાસે આવ્યો અને કહ્યું કે -‘ભણસાલી સર તમારા વખાણ કરી રહ્યા હતા.’ મેં કહ્યું, ક્યાંકથી તો બળવાની વાસ આવી રહી છે.’ અમે સાથે ખૂબ જ સારી રીતે કામ કર્યું છે.’

ગુલશન દેવૈયા વર્કફ્રન્ટ
ગુલશન દેવૈયા આજકાલ તેની વેબસિરીઝ ‘બેડ કોપ’ માટે ચર્ચામાં છે. ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થયેલી આ ક્રાઈમ થ્રિલર સિરીઝમાં અનુરાગ કશ્યપ પણ લીડ રોલમાં છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com