માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
અત્યાર સુધી વરસાદથી બાકાત રહેલા ઉત્તર ગુજરાતમાં છેવટે મેઘસવારી પહોંચી છે. મહેસાણા, વિસનગર સહિતના વિસ્તારોમાં છથી સાડા છ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. જ્યારે મધ્ય ગુજરાતમાં પણ પંચમહાલ, મહિસાગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 5થી 6 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. જુલાઇ મહિનામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો સહિત ઘણા સ્થળોએ મેઘરાજાએ ભરપૂર હેત વરસાવી દીધા બાદ હવે શ્રાવણ માસમાં મેઘરાજા ખમૈયા કરે એવા અણસાર મળ્યા છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લામાં નોંધાયો છે. અહીં મોસમનો 120 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જૂનાગઢ જિલ્લામાં થતો વરસાદ સમગ્ર ઘેડ પંથક અને ગિર સોમનાથ જિલ્લાની નદીઓને વહેતી રાખતો હોવાથી ખેડૂતો પણ ખુશખુશાલ છે. શ્રાવણ માસ તહેવારોનો મહિનો હોઇ લોકો હરવા-ફરવાના મૂડમાં હોય છે અને સામાન્યતઃ છેલ્લા કેટલાય વર્ષોથી શ્રાવણ મહિનામાં પણ અનરાધાર વરસાદ આવતો રહેતો હોવાથી નાગરિકો હરવા ફરવાથી વંચિત રહે જતા હતા, પણ આ વખતે એવું નહીં થાય. ઓગસ્ટમાં ફક્ત વરસાદી ઝાપટાં જ પડશે. આગામી તા. 3 અને 4 ઓગસ્ટે મધ્યપ્રદેશ અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. ગુજરાતમાં તેની અસર કચ્છ ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વર્તાશે. આ દિવસો દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. જોકે, ઓગસ્ટ માસ પછી વરસાદની સીસ્ટમ કેવી રહેશે એ અત્યારથી કહેવું વહેલું ગણાશે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
સૌરાષ્ટ્રમાં ફક્ત ઝાપટાં પડશે, દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થઈ શકે હમણાં સૌરાષ્ટ્ર આખામાં વાદળછાયો માહોલ છે અને છૂટાછવાયા ઝાપટાં પડી રહ્યા છે. આવો માહોલ આખો શ્રાવણ મહિનો ચાલશે. જોકે, 3 અને 4 ઓગસ્ટ દરમ્યાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થઇ શકે ખરો. જૂનાગઢ, મેંદરડા, વિસાવદર તાલુકામાં ભરપૂર વરસાદથી નદીમાં પૂર આવી શકે જૂનાગઢ, પોરબંદર અને ગિર સોમનાથ જિલ્લામાં વહેતી નદીઓનાં મૂળ ગિરનાર પર્વતમાળા અને ગિર જંગલમાં છે. આથી જૂનાગઢ જિલ્લાનાં જૂનાગઢ, મેંદરડા અને વિસાવદર તાલુકામાં ભરપૂર વરસાદ થાય એટલે ત્રણેય જિલ્લાની નદીઓમાં ભરપૂર પાણીની આવક થતી હોય છે. એવું અહીંનું ભૂપૃષ્ઠ છે.
સૌથી વધુ કચ્છમાં 76% વરસાદ નોંધાયો, ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 30% થયો
અમદાવાદ રાજ્યમાં સાર્વત્રિક રીતે મેઘો વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત બાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર જોવા મળ્યું છે. જૂન મહિનામાં રાજ્યમાં સરેરાશ માત્ર 115 મિમી વરસાદ પડ્યો હતો જ્યારે જુલાઈમાં અત્યાર સુધીમાં સરેરાશ 379 મિમી વરસાદ નોંધાયો છે. આમ સરેરાશ 494 મિમી વરસાદ થયો છે, રાજ્યમાં વરસાદ અને મુખ્ય જળાશયોની સ્થિતિ વિશે સવાલ-જવાબના ફોર્મેટમાં મેળવો તમામ માહિતી… રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કેટલો વરસાદ પડ્યો? રાજ્યમાં 27 જુલાઈ સવારના 7 વાગ્યા સુધીમાં કુલ સરેરાશ 494 મિમી વરસાદ પડ્યો છે. જે એવરેજ પડતાં વરસાદ 883 મિમીથી 44 ટકા ઓછો છે. કયા વિસ્તારમાં વધુ વરસાદ? કેટલો? સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં નોંધાયો છે. સરેરાશ 367 મિમી વરસાદ નોંધાયો છે જે કુલ એવરેજના 76 ટકા છે. કયા વિસ્તારમાં ઓછો વરસાદ? કેટલો ઓછો? ઉત્તર ગુજરાત ઝોનમાં એવરેજ પડતા વરસાદથી સૌથી ઓછો 30 ટકા એટલે કે 220 મિમી જેટલો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી કેટલો વરસાદ પડ્યો? સરેરાશથી વધુ કે ઓછો?
અત્યાર સુધીમાં 544 મિમી વરસાદ પડ્યો છે. જે એવરેજ 738 મિમીથી 26 ટકા ઓછો છે.દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી કેટલો વરસાદ પડ્યો?
સરેરાશથી કેટલો વધુ કે ઓછો?
આ સીઝનમાં 1003 મિમી વરસાદ પડ્યો છે, જે એવરેજ 1492 મિમીથી 33 ટકા ઓછો છે.પૂર્વ- મધ્ય ગુજરાતમાં અત્યાર સુધી કેટલો વરસાદ પડ્યો?
સરેરાશથી કેટલો વધુ કે ઓછો?
આ ઝોનમાં અત્યાર સુધીમાં 304 મિમી વરસાદ પડ્યો છે, જે એવરેજ 811 મિમીથી 63 ટકા ઓછો છે.
ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી કેટલો વરસાદ પડ્યો?
સરેરાશથી કેટલો વધુ કે ઓછો?
સીઝનમાં માત્ર 220 મિમી વરસાદ નોંધાયો છે, જે એવરેજ 730 મિમીથી 70 ટકા ઓછો છે.
એક સાથે 5, 6, 9, 10 ઈંચ વરસાદ કેમ પડી રહ્યો છે?
શું આ નવો ટ્રેન્ડ છે?એક કરતાં વધુ સિસ્ટમ સક્રિય થવાથી થોડાક જ કલાક 5થી 10 ઈંચ વરસાદ પડતો હોય છે. ગુજરાતમાં આ ટ્રેન્ડ નવો નથી. છેલ્લાં 10 વર્ષમાં રાજ્યમાં 428 વખત 8 ઇંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો છે.2023માં 49 વખત અત્યંત ભારે વરસાદ અને 264 વખત કોઈને કોઈ વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો.
ગુજરાતના ડેમોની શું છે સ્થિતિ?
કેટલા ઓવરફ્લો? કેટલા ટકા પાણીનો સંગ્રહ?રાજ્યના 207 જળાશયો હાલ 49.50 ટકા ભરલા છે. દક્ષિણ ગુજરાતના 13 પૈકી 4 જળાશયો, સૌરાષ્ટ્રના 141 પૈકી 35, કચ્છના 20 પૈકી 6 જળાશયો 100 ટકા ભરાયેલા છે.નર્મદા ડેમમાં કુલ કેટલું પાણી? સરેરાશથી કેટલું ઓછું?સરદાર સરોવરમાં હાલ જળસ્તર 5048 મિલિયન ક્યૂબિક મીટર (MCM) છે. ડેમની કુલ સ્ટોરેજ કેપિસીટી 9460 MCM છે. હાલ ડેમ 53% ભરેલો છે. ગત વર્ષે 29 જુલાઈએ ડેમમાં 6851 MCM પાણીનું સ્ટોરેજ હતું. ગત વર્ષની તુલનામાં 1802 MCM ઓછું છે.આ ચોમાસામાં આગળ શું સ્થિતિ?હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં સાત દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે. આગામી બે દિવસ તમામ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે.
ગુજરાતમાં ઝોન મુજબ વરસાદની સ્થિતિ વિસ્તાર સીઝનનો એવરેજ સરેરાશથી પ્રમાણ કચ્છ 367.00 485 75.59% ઉત્તર 219.82 730 30.12% પૂર્વ-મધ્ય 303.73 811 37.46% સૌરાષ્ટ્ર 543.89 738 73.71% દક્ષિણ 1002.57 1492 67.20% કુલ 493.82 883 55.93% (વરસાદના આંકડા MMમાં, 29 જુલાઈ સવારે 6 વાગ્યા સુધીના) આ છે 207 જળાશયોની સ્થિતિ વિસ્તાર જળાશયો જળસ્તરની ઉત્તર ગુજરાત 15 26.49% મધ્ય ગુજરાત 17 37.29% દક્ષિણ ગુજરાત 13 53.29% કચ્છ 20 49.92% સૌરાષ્ટ્ર 141 50.88% સરદાર સરોવર 01 53.37% કુલ 207 49.50% (સ્રોત: નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા-કલ્પસર વિભાગ, 29 જુલાઈ સુધીના આંકડા) રાજ્યના 34 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ ગુજરાતમાં 34 તાલુકા એવા છે જ્યાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 20થી 40 ઈંચ વરસાદ પડ્યો હોય એવા 43 તાલુકા છે. 10થી 20 ઈંચ 91 તાલુકામાં અને 5થી 10 ઈંચ વરસાદ 76 તાલુકામાં નોંધાયો છે. માત્ર 7 તાલુકા એવા છે જ્યાં 2થી 5 ઈંચ વરસાદ પડ્યો છે.