રાજ્યના 250 તાલુકામાં વરસાદ, આજે 8 જિલ્લામાં ઑરેન્જ એલર્ટ

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

રાજ્યભરમાં સતત બીજા દિવસે પણ હળવાથી ભારે વરસાદનું જોર યથાવત રહ્યું હતું. સોમવારે જૂનાગઢ, જામનગર વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના માણાવદરમાં 14 ઇંચ વરસાદને કારણે ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સારા વરસાદને કારણે જૂનાગઢ વિસ્તારના 8 ડેમ ચોમાસાના પ્રારંભમાં જ છલકાઈ ગયા હતા તો ઘેડ વિસ્તારમાં પાણી ભરાતા સંખ્યાબંધ રસ્તા ડૂબી જતા લોકોની હાલત કફોડી બની હતી. છેલ્લા બે દિવસમાં રાજ્યના 250 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આજે રાજ્યના 8 જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે ઑરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતમાં પણ ઠેરઠેર હળવો વરસાદ નોંધાયો હતો. પંચમહાલમંા હાલોલ અને જાંબુઘોડામાં અેક-અેક ઇંચ વરસાદ પડ્યો હતો. તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત શહેર સહિતવલસાડ, બારડોલીમાં હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો.

નર્મદા ડેમની સપાટી 119.62 મીટર થઈ, જળસંકટની આશંકા ટળી
સારા વરસાદને પગલે નર્મદા ડેમ હજી પર 51.44 ટકા ભરાઈ ગયો છે. સરદાર સરોવરમાં 25 હજાર કયુસેક પાણીની આવક થઇ રહી છે જેની સામે આરબીપીએચ અને સીએચપીએચના ટર્બાઇન ચાલતાં હોવાથી 38 હજાર કયુસેક પાણીની જાવક થઇ રહી છે. હજી પણ ડેમના રીવરબેડ પાવર હાઉસ ચલાવીને વીજળીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવી રહયું છે. ડેમમાં સંગ્રહ થયેલા પાણીના વિપુલ જથ્થાને કારણે હવે રાજયમાં જળસંકટની શકયતાઓ નહિવત બની ચૂકી છે.

આજે કચ્છ, દ્વારકા, જામનગર, વલસાડ સહિતના જિલ્લા માટે ઑરેન્જ એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. સાર્વત્રિક વરસાદની શક્યતા વચ્ચે હવામાન વિભાગે કચ્છ, દેવભૂમી દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, સુરત, નવસારી અને વલસાડ અતિ ભારે વરસાદની શક્યતાને લઇ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રાજ્યના બાકી વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને લઇ યલો એલર્ટ આપ્યું છે.

મૉન્સૂન ઑડિટ રિપોર્ટ : જૂનમાં સિઝનનો સરેરાશ સાડા 4 ઇંચ વરસાદ, જરૂરિયાત કરતાં 14% ઓછો વરસાદ

જૂનના વરસાદની ઘટ જુલાઈમાં પૂરી થઈ જશે

રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સરેરાશ સવા 35 ઇંચ વરસાદના અંદાજ સામે જૂનમાં સિઝનના 13.02% સાથે સાથે સરેરાશ સાડા 4 ઇંચ વરસાદ થઇ ચૂક્યો છે. તેમ છતાં જૂનની જરૂરિયાત કરતાં 14% વરસાદની ઘટ છે. કેમકે જૂનમાં સરેરાશ સવા 5 ઇંચથી સામાન્ય વધુ વરસાદ થવો જોઇએ. ભારતીય હવામાન વિભાગે જુલાઇ મહિના માટે રજૂ કરેલા અનુમાન મુજબ, રાજયમાં સામાન્ય કે તેથી વધુ વરસાદની શક્યતા છે. જેમાં ગીરસોમનાથ, પોરબંદર અને જૂનાગઢમાં સામાન્ય વરસાદની શક્યતા છે. જ્યારે રાજ્યના બાકી રહેતાં તમામ વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે.

એમાં પણ દક્ષિણ ગુજરાત સાથે મધ્ય-પૂર્વ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે. રાજ્યના 251 તાલુકામાં એક માત્ર પાટણના સમી તાલુકોમાં હજુ મેઘમહેર થઇ નથી. જ્યારે વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 20 ઇંચ વરસાદ થઇ ચૂક્યો છે. રાજ્યના 5 ઝોનમાં એક માત્ર કચ્છ ઝોન એવો છે કે, જ્યાં જરૂરીયાત કરતાં 98.51% વધુ વરસાદ થયો છે. જ્યારે ઉત્તર ઝોનમાં સૌથી વધુ 48.46% વરસાદની ઘટ રહી છે. બીજી બાજુ, રાજ્યના 33 પૈકી માત્ર 6 જિલ્લામાં જરૂરીયાત કરતાં વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે 27 જિલ્લામાં વરસાદની ઘટ રહી છે. રાજ્યમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં સરેરાશ સવા 4 ઇંચની જરૂરીયાત સામે સવા 9 ઇંચ (118.16%) વરસાદ વરસ્યો છે. જ્યારે કચ્છમાં 98.51%, બોટાદમાં 40.14%, મોરબીમાં 22.36%, જૂનાગઢમાં 12.45% અને ભાવનગરમાં 6.58% વધુ વરસાદ થયો છે. બીજી બાજુ મહીસાગરમાં 4 ઇંચની જરૂરીયાત સામે માત્ર દોઢ ઇંચ વરસાદના કારણે રાજ્યમાં સૌથી વધુ 65.39% વરસાદની ઘટ રહી છે.

સૌરાષ્ટ્ર, દ. ગુજરાતમાં આ મહિને સામાન્યથી વધુ વરસાદ
ભારતીય હવામાન વિભાગે જુલાઇ મહિના માટે રજૂ કરેલા અનુમાન મુજબ, રાજયમાં સામાન્ય કે તેથી વધુ વરસાદની શક્યતા છે. જેમાં ગીરસોમનાથ, પોરબંદર અને જુનાગઢમાં સામાન્ય વરસાદની શક્યતા છે. જ્યારે રાજ્યના બાકી રહેતાં તમામ વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે. એમાં પણ દક્ષિણ ગુજરાત સાથે મધ્ય-પૂર્વ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે.

વલસાડમાં સૌથી વધુ 18 અને પાટણમાં સૌથી ઓછા 3 વરસાદી દિવસો
હવામાન વિભાગ દ્વારા 24 કલાકમાં 2.5 મીમી કે તેથી વધુ વરસાદ થાય તે દિવસને વરસાદી દિવસ તરીકે ગણવામાં આવે છે. આ મુજબ, જૂન મહિનામાં રાજ્યમાં સરેરાશ 9 વરસાદી દિવસો અને 21 સૂકા દિવસો રહ્યા છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com