મેઘરજના રેલ્લાવાડા પંથકમાં હડકાયા કૂતરાનો આતંક:અલગ અલગ ગામના સાત લોકોને બચકા ભર્યા, તમામને સારવાર અર્થે ઇસરી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લવાયા

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

ચોમાસાની સિઝન શરૂ થાય એટલે કૂતરાઓમાં હડકવા ઉપડવાનું શરૂ થાય એવી ગ્રામ્ય વિસ્તારમાં માન્યતા રહેલી છે. ત્યારે મેઘરજના રેલ્લાવાડા પંથકમાં અલગ અલગ ગામના સાત લોકોને હડકાયા કૂતરાએ બચકા ભર્યા હતા.

મેઘરજ તાલુકાના રાજસ્થાન સરહદે આવેલ રેલ્લાવાડા પંથકના ગેડ, તરકવાળા, રેલાવડા, હિમ્મતપુર, જાંપા તથા નારણપુર ગામના લોકોએ હડકાયા કૂતરાએ બચકા ભર્યા છે. આ હડકાયા કૂતરાના આતંકથી આસપાસના ગામના લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો છે. ગામ લોકો આ કૂતરાને ઝડપી લેવા મથી રહ્યા છે પણ હજુ આ કૂતરું ઝડપાયું નથી. આ તમામ કૂતરાના કારણે ઘાયલ થયેલ સાતે ઇજાગ્રસ્તોને ઇસરી સામુહિક આરોગ્યકેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે ચોમાસા દરમિયાન તંત્ર દ્વારા કૂતરાઓને હડકવા વિરોધી રસી અપાયએ જરૂરી છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com